નવી દિલ્હી: નરેન્દ્ર મોદી આવનારા તહેવારો, ઠંડીની ઋતુ અને અર્થવ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તથા કોરોના સામે બચાવાના તમામ ઉપાયોનું પાલન કરીને દેશમાં આગળ કેવી રીતે વધી શકાય, તે અંગે આજથી એક જનઆંદોલન શરૂ કરશે.
તહેવારો અને ધાર્મિક તથા સામાજીક આયોજનમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. ત્યારે આ અભિયાનનું ઉદ્દેશ કોરોના પ્રોટોકોલ વિશે લોકોને સાવચેત કરવાનું છે. જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, સ્વચ્છતા જાળવવાના સામૂહિક પ્રયત્નોને પ્રોત્સાહન આપવું વગેરે શામેલ છે. આ અભિયાન આગામી તહેવારો અને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી રહ્યું છે.
દેશમાં કોરોના વાઈરસના સંક્રમિત લોકોની સંખ્યા 67.57 લાખ થઈ છે. અત્યારસુધીમાં 57 લાખ 44 હજાર 693 લોકો સંક્રમણથી મુક્ત થયા છે.