નવી દિલ્હી: દેશમાં લાદેલા લોકડાઉન બાદ મોટાભાગના મજૂરો પોતાના વતન પરત ફર્યા છે. ઘરે જઈ શ્રમિકોને રોજગારી મેળવવા સંકટ ઉભુ થઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન' લોન્ચ કર્યું છે. જેમાં તેમણે શ્રમિકોને સ્થાનિક રોજગાર આપવાના મુદ્દે ભાર મૂકીને વિવિધના યોજનાની જાહેર કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બિહારમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન નામની યોજના લોન્ચ કરી છે. આ યોજનાના ડિજિટલ શુભારંભમાં અન્ય પાંચ રાજ્યોના મુખ્યપ્રધાન અને કેટલાક કેન્દ્રિય પ્રધાન પણ હાજર રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં સંબોધન કરતાં પહેલા વડાપ્રધાન મોદીએ સૌને કોરોના મહામારી વિશે સંતર્ક કરતાં માસ્ક પહેરવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. બાદમાં તેમણે પોતાના વતન ફરેલા મજૂરોની આર્થિક સ્થિતિ તેમની જરૂરિયાત અને રોજગાર વિશે વાત કરી હતી.
વડાપ્રધાન સંબોધનના મહત્વના અંશ....
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન' શરૂ કર્યુ હતું. જેમાં તેમણે કોરોના લોકડાઉનમાં તેમના રાજ્યમાં પરત ફરતા કામદારોની બેકારી સામે લડવા માટે સરકાર આ વિશેષ અભિયાન વિશે જણાવતા કહ્યું હતું કે, "અમે ખેડૂતો સાથે ભેદભાવવાળા નિયમોને નાબૂદ કર્યા છે. હવે ખેડૂત પોતાના રાજ્યની બહાર, કોઈ પણ બજારમાં પોતાના પાકનું વેચાણ કરી શકે છે. તેમજ તે પોતાની મરજીથી સારી ઉપજ આપતી કંપની અને વેપારીઓ સાથે જોડાઈ શકે છે."
- તમામ શ્રમિકો સહિત તમામની મૈપિંગની શરૂઆત કરાઈ છે. ગામડામાં કૌશલ્ય આધારે કામ મળે તે વ્યવસ્થા કરાશે
- તમે શ્રમેવ જયતે, તમે શ્રમની પૂજા કરનાર લોકો છે. તેમને કામ જોઈએ છે. રોજગાર જોઈએ છે. તમારી આ ભાવનાને સર્વોપરી ગણતા સરાકરે આ યોજના બનવવાનું નક્કી કર્યુ છે. આ યોજનાને અમલમાં આવતા થોડો સમય લાગશે.
- ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ ગામડાઓના વિકાનને પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં રોજગાર માટે 50 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમજ વિકાસ કાર્યો માટે 25 કાર્યક્ષેત્રોની ઓળખ કરવામાં આવશે.
- 'મને ફક્ત કેટલાક મજૂર સાથીઓ તરફથી આ કાર્યક્રમ માટેની પ્રેરણા મળી છે. મેં લોકડાઉનમાં ઉન્નાવના એક સમાચાર જોયા હતા. જ્યાં એક શાળાને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. ત્યાં રહેતા કામદારોને રંગકામ કરવાની નિપુણતા હતી. જેથી તેમને પોતાની આવડતથી શાળાને નવજીવન આપ્યું હતું.
- બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના 116 જિલ્લામાં અભિયાન જોરશોરથી ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ શ્રમિકોને તેમના ઘર નજીક રોજગાર મળી રહેશે.
- આપણા દેશમાં છ લાખથી વધુ ગામડાઓ છે, જેમાં ભારતની બે તૃતીયાંશ વસ્તી, આશરે 88-85 કરોડ લોકો વસે છે, જેઓએ એકજૂથ થઈને કોરોના મહામારીનો સામનો કર્યો હતો.
- આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે, ગરીબોના કલ્યાણ માટે આજે તેમના રોજગાર માટે એક વિશાળ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન આપણા ગામડામાં રહેતા યુવાનો, બહેનો અને પુત્રીઓ માટે, અમારા મજૂર ભાઈ-બહેનો માટે સમર્પિત છે.
- કોરોનાનું આટલું મોટું સંકટ, આખું વિશ્વ તેની સામે હચમચી ઉઠ્યું છે, પણ તમે મક્કમ રહ્યા. ભારતના ગામડાઓમાં જે રીતે કોરોના સામે એકજૂથ થઈને લડી રહ્યાં છે. ખરેખ શહેરોએ તેમની પાસેથી શીખવું જોઈએ.
- આજે ગામના લોકો સાથે વાત કરીને મને થોડી રાહત અને સંતોષ મળ્યો છે. જ્યારે કોરોનામાં સંકટ વધવાનું શરૂ થયું, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર તમારી ચિંતામાં હતા. અમે શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવી હતી.
- હું લદ્દાખમાં શહીદ થયેલા સૈનિકોએ શ્રદ્ધાંજલિ આપું છું. સાથે જ ગર્વથી કહેવા માગું છું કે, આ પરાક્રમ બિહાર રેજીમેન્ટનું છે. જેનો દરેક બિહારીને ગર્વ છે.
- આ કાર્યક્રમમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે કહ્યું હતું કે, કોરોના લોકડાઉનમાં ઘણા લોકો રાજ્યમાં પરત ફર્યા છે. તેમને ક્વોરેન્ટાઈ કરાયા છે.
તેમણે કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન અલગ-અલગ રાજ્યોમાં બિહાર પરત ફરેલા મજૂરોની સાથે વીડિયો કોન્ફેરન્સ દ્વારા વાતચીત કરી હતી. જેના પરથી મને લાગે છે કે, તેઓ કામ માટે અન્ય રાજ્યમાં જવા માગતાં નથી.