શિમલાઃ વડા પ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશના રોહતાંગમાં દુનિયાની સૌથી લાંબી અટલ સુરંગનું ઉદ્ધાટન કર્યું. આ સુરંગને કારણે મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઓછું થશે. તેની સાથે જ યાત્રાનો સમય પણ ચારથી પાંચ કલાક ઓછો થઇ જશે. બધી જ મોસમમાં ખુલ્લી રહેનારી અટલ સુરંગ વ્યૂહાત્મક રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અધિકારીઓ અનુસાર, વડા પ્રધાન આજે કુલ્લુ જિલ્લામાં હિમ અને હિમસ્ખલન અધ્યયન પ્રતિષ્ઠાન (એસએએસઇ) પહોંચશે. તે સીમા સડક સંગઠનના (બીઆરઓ) અતિથિ ગૃહમાં રહેશે અને ત્યાં અધિકારીઓ સાથે વાતચીત કરશે.
મોદી અટલ સુરંગ દ્વારા લાહોલ-સ્પીતિ જિલ્લાની લાહોલ ઘાટીમાં તેના ઉત્તરી પોર્ટલ સુધી પહોંચશે અને મનાલીમાં દક્ષિણી પોર્ટલ માટે હિમાચલ માર્ગ પરિવહન નિગમની (એવઆરટીસી) બસને લીલી ઝંડી આપશે.
PM મોદીના સંબોધનના પ્રમુખ અંશઃ
- આ ટનલથી મનાલી અને કેલોન્ગ વચ્ચેનું અંતર 3-4 કલાક ઓછી થઇ જશે. પહાડના મારા ભાઇ-બહેનો સમજી શકે છે કે, પહાડ પર 3-4 કલાકનું અંતર ઓછું થવાનો અર્થ શું છે.
- હંમેશાથી અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શાનદાર બનાવવાની માગ ઉઠતી હતી, પરંતુ લાંબા સમય સુધી આપણે ત્યાં બોર્ડર સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો અથવા તો પ્લાનિંગની સ્ટેજથી બહાર આવી શક્યા ન હતા અથવા જે બહાર આવ્યા તે અટકી જતા હતા.
- વર્ષ 2002 માં અટલ જીએ આ ટનલ માટે અપ્રોચ રોડનો શિલાયન્સ કર્યો હતો. અટલ જીની સરકાર ગયા બાદ, જાણે આ કામને તો ભુલી જ ગયા હતા. સ્થિતિ એ હતી કે, વર્ષ 2013-14 સુધી ટનલ માટે માત્ર 1300 મીટરનું કામ થયું હતું.
- એક્સપર્ટ જણાવે છે કે, જે તેજીથી 2014 માં અટલ ટનલનું કામ થઇ રહ્યું હતું, જો તે જ તેજીથી કામ ચાલતું રહે તો આ સુરંગ વર્ષ 2040 માં પુર્ણ થઇ હોત.
- જ્યારે વિકાસના પથ પર તેજીથી આગળ વધવું હોય, ત્યારે દેશના લોકોના વિકાસની પ્રબળ ઇચ્છા હોય, તો તેજી વધારવી પડે છે. અટલ ટનલના કામમાં પણ 2014 બાદ અભૂતપૂર્વ તેજી લાવી હતી.
- જેનું પરિણામ એ આવ્યું કે, જ્યાં દરેક વર્ષ પહેલા 300 મીટર સુરંગ બનાવી રહી હતી, તેની ગતિ વધીને 1400 મીટર પ્રતિ વર્ષ થઇ. માત્ર છ વર્ષમાં આપણે 26 વર્ષનું કામ પુર્ણ કર્યું છે.
- અટલ ટનલની જેમ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની સાથે આવો જ વ્યવહાર કરવો જોઇએ. લદ્દાખમાં દોલત બેગ ઓલ્ડીના રૂપે વ્યુહત્માક રુપે ખૂબ જ મહત્વપૂર્ણ એર સ્ટ્રિપ 40-45 વર્ષ સુધી બંધ રહ્યું.
- બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે પુરી તાકાત લગાવી હતી. રસ્તા બનાવવાનું કામ હોય, પુલ બનાવવાનું કામ હોય, સુરંગ બનાવવાનું કામ હોય, આટલા મોટા સ્તર પર દેશમાં પહેલા ક્યારેય કામ થયું ન હતું. તેનો ખૂબ મોટો લાભ સામાન્ય માણસોની સાથે જ આપણા ફોજી ભાઇ-બહેનોને પણ થયો છે.
- અમારી સરકારના નિર્ણયના સાક્ષી છે જે કહે છે તે કરીને બતાવે છે. દેશ હિતથી મોટો, દેશની રક્ષાથી મોટું અમારા માટે વિશેષ કંઇ નથી.