પટના : વડાપ્રધાન મોદી આજે રવિવારે બિહારમાં 3 પેટ્રોલિયમ યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે. આ ત્રણેય યોજનાઓ 901 કરોડની છે. બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કાર્યક્રમના ભાગરૂપે વડાપ્રધાન નીતિશ કુમાર અને પેટ્રોલિયમ પ્રધાન પણ કાર્યક્રમમાં હાજર રહીને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદી આજે એેટલે કે રવિવારે બિહારને ભેટ સ્વરૂપ 3 પેટ્રોલિયમ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું. જેમાં પારાદીપ- હલ્દીયા-દુર્ગાપુર ગેસ પાઈપલાઈનનું દુર્ગાપુર બાંકા ખંડ સહિત 2 એલપીજી બોટલિંંગ પ્લાંટ સામેલ છે. વડાપ્રધાને આ પાઈપલાઈનનો શિલાન્યાસ 17 ફેબ્રુઆરી 2019ના રોજ કર્યો હતો. રાજ્યમાં પ્રભુત્વ ધરાવનારી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા નિર્મિત 193 કિલોમીટર લાંબી દુર્ગાપુર- બાંકા પાઈપલાઈન ખંડને રાષ્ટ્રને સોંપવામાં આપી છે. આ અવસરે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સની મદદથી આ પરિયોજનાઓ દેશને સમર્પિત કર્યું હતું.
આ સાથે વડાપ્રધાન મોદી બાંકા સ્થિત એલપીજી બોટલિંગ પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કર્યું હતું. ઈન્ડિયન ઓઈલનો આ એલપીજી બોટલિંગ પ્લાન્ટ બિહાર માટે ખાસ મહત્વનો છે. આ પરિયોજના લગભગ 131.75 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. તેના શરૂ થવાથી બિહારના ભાગલપુર, બાંકા, જમુઈ, અરરિયા, કિશનગંજ અને કટિહાર જિલ્લાના લોકોને ફાયદો મળશે.
આ સાથે ઝારખંડના ગોડ્ડા, દેવઘર, દુમકા, સાહિબગંજ અને પાકુરના લોકોને ફાયદો થશે. આ પ્લાન્ટ લોકો માટે ફાયદારૂપ સાબિત થશે. પ્લાન્ટની ક્ષમતા 40 હજાર સિલિન્ડર પ્રતિ દિવસની રહેશે. ચંપારણના હર સિદ્ધિમાં બોટલિંગ પ્લાન્ટને 136.4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે.