PM મોદી આજે રોડ શો કરી રહ્યા છે. વડાપ્રધાન આજે અહીં આવવાના હોવાથી દશાશ્વમેધ ઘાટને દેવ દીવાળીની જેમ તૈયાર કરવામાં આવ્યો છે તેમ જ આ ઘાટને સજાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત તેમાં 5000 દીવાનો પણ ઉપયોગ કરવામાં આવશે. અહીં મહત્વનું એ છે કે PM મોદી જ્યારે ગંગા આરતી જોઈ રહ્યા હશે તે સમયે ગંગા નદીમાં મેં ભી ચોકીદાર અને ભાજપાનો સિમ્બોલ કમળને LED લાઇટથી સજાવેલી હોળીઓ સાથે ગંગા નદીમાં ફરતી દેખાશે.
PM મોદીના આ રોડ શોમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. જો કે રોડ શોની તૈયારીને ધ્યાને રાખી BJP અધ્યક્ષ અમિત શાહ અગાઉથી વારાણસી પહોંચી ગયા હતા. આ સાથે રોડ શોમાં કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી, નિર્મલા સિતારમન, સુષ્મા સ્વરાજ, પિયુષ ગોયલ તથા યોગી આદિત્યનાથ જેવા અનેક દિગ્ગજ નેતાઓ આ રોડ શોમાં સામેલ થશે.
26 એપ્રિલે નામાંકન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલે નામાંકન ભરશે. નામાંકનના દિવસે એટલે કે 26 એપ્રિલે નામાંકન ભરતા પહેલા નરેન્દ્ર મોદી કાશીના કોતવાલ એટલે કે ભૈરવના દર્શન કરશે.