ETV Bharat / bharat

'મન કી બાત'માં PM મોદીની દેશવાસીઓને અપીલ, તહેવારમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો - વડાપ્રધાન નરેન્દ્ર મોદી દશેરાની શુભેચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને સંબોધન કર્યું હતુ. આ દરમિયાન વડાપ્રધાને વોકલ ફોર લોકલથી લઇને દેશના બહાદુર સૈનિકો વિશે વાત કરી.

'મન કી બાત'માં બોલ્યા વડાપ્રધાન મોદી- આખો દેશ આજે જવાનો સાથે ઉભો છે

author img

By

Published : Oct 25, 2020, 12:52 PM IST

  • ખરીદી કરતી વખતે 'વોકલ ફોર લોકલ'ને આપો પ્રોત્સાહન
  • મેક્સિકોમાં આપણી ખાદી પ્રચલિત
  • બહાદુર જવાનોના સમર્પણને યાદ રાખો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશની જનતા સાથે પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતુ.પીએમ મોદીએ કહ્યુ કે દશેરા સંકટ પર જીતનું પર્વ છે. દશેરા અસત્ય પર સત્યની જીતનું પર્વ પણ છે.

તમિલનાડુના વાળંદે સલૂનને ફેરવ્યું પુસ્તકાલયમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજે 'મન કી બાત'માં હું તમિલનાડુના તુતુકુડીના રહેવાસી પોન મરિયપ્પન વિશે તમને જણાવીશ, જે હેરકટિંગના વ્યવસાય સાથે જોડાયેલો છે અને તેણે તેના સલૂનના એક ભાગને પુસ્તકાલયમાં ફેરવી દીધું છે. જો કોઈ વ્યક્તિ તેના સલૂનમાં પોતાના નંબરની રાહ જોતો કંઈક વાંચે અથવા તેણે જે વાંચ્યું તેના વિશે થોડું લખે છે, તો મરિયપ્પન તે ગ્રાહકને છૂટ આપે છે!"

અમેરિકામાં મલખંભના કેન્દ્રો

પીએમએ જણાવ્યું કે આજકાલ આપણું મલખંભ પણ ઘણા દેશોમાં લોકપ્રિય થઈ રહ્યુ છે, અમેરિકામાં ઘણી જગ્યાએ મલખંભ તાલીમ કેન્દ્રો ચાલે છે. આજે જર્મની હોય, પોલેન્ડ હોય કે મલેશિયા આવા લગભગ 20 અન્ય દેશોમાં મલખંભ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે.

મેક્સિકોની 'ઓહાકા' ખાદી

"આજે વિશ્વના ઘણા સ્થળોએ પણ ખાદીની બનાવટ થઇ રહી છે. મેક્સિકોમાં એક જગ્યા છે 'ઓહાકા', આ વિસ્તારમાં ઘણા એવા ગામો છે. જ્યાંના સ્થાનિકો ખાદીનું વણાટકામ કરે છે. આ ખાદી અહીં 'ઓહાકા ખાદી' તરીકે પ્રખ્યાત છે. આજે જ્યારે આપણે વોકલ ફોર લોકલ થઇ રહ્યા છીએ ત્યારે દુનિયા પણ આપણા સ્થાનિક ઉત્પાદનોની પ્રશંસક બની રહી છે.જેનું એક ઉદાહરણ ખાદી છે. લાંબા સમયથી ખાદી એ સાદગીની ઓળખ રહી છે, પરંતુ ખાદી આજે પર્યાવરણને અનુકૂળ કાપડ તરીકે જાણીતી થઇ છે."

બહાદુર જવાનોનું સમર્પણ

"આપણે આપણા બહાદુર જવાનોને પણ યાદ રાખવાના છે. જેઓ આ તહેવારો વચ્ચે પણ સરહદો પર ઉભા છે. ભારત માતાની સેવા તેમજ સુરક્ષા કરી રહ્યા છે. આપણે તેમને અને યાદ કરીને પણ આપણા તહેવારો ઉજવવાના છે. હું અનુરોધ કરું છું કે જે રીતે પણ શક્ય હોય ત્યારે એક કુટુંબના સભ્યની જેમ તેમને તમારા આનંદમાં સામેલ કરો. પછી તમે જુઓ કે તહેવારોના આનંદ કેટલો વધી જાય છે."

વોકલ ફોર લોકલનો સંકલ્પ

"આ વખતે જ્યારે તમે ખરીદી કરવા જાવ ત્યારે ચોક્કસપણે 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને યાદ રાખશો. બજારમાંથી ચીજ-વસ્તુઓ ખરીદતી વખતે આપણે સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવું પડશે."

તહેવારોની ઉજવણી સંયમ સાથે

પીએમએ કહ્યું કે હવે, ઇદ, શરદ પૂર્ણિમા, વાલ્મીકિ જયંતિ, ધનતેરસ, દિવાળી, ભાઈ-દૂજ, છઠ્ઠ પૂજા, ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ જેવા અનેક તહેવારો આવવાના છે. આવા સમયમાં આપણે સંયમપૂર્વક કામ કરવું પડશે.

આ સાથે જ વડાપ્રધાને વિજયાદશમીના તહેવારની પણ શુભકામનાઓ પાઠવી હતી, "દશેરા પણ સંકટો પર ધૈર્યપૂર્વક જીતનો તહેવાર છે. આજે સૌ કોઇ સંયમ સાથે જીવી રહ્યા છીએ, મર્યાદા સાથે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, તેથી આપણે જે યુદ્ધ લડી રહ્યા છીએ તેમાં આપણી જીત પણ સુનિશ્ચિત છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.