વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બેંગલોરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસના 107માં અધિવેશનનું સવારે 10 કલાકે સંબોધન કર્યું હતું. PM પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન તુમકુર જવા રવાના થયા હતા. જ્યાં તેઓ સિદ્ધગંગા મઠ પણ ગયા હતા. જ્યાં તેમણે શિવકુમાર સ્વામીજીના સ્મારક સંગ્રહાલયનો શિલાન્યાસ કરવા માટે તક્તીનું અનાવરણ કર્યું હતું. પીએમ મોદીએ કૃષિ કર્મણ એવોર્ડ સમારોહમાં હાજરી આપી અને ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, ગુરૂવારે, અમારી સરકારે રેકોર્ડ બનાવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ 5 કરોડ ખેડૂતોના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આધારકાર્ડની ટેકનોલોજી થકી જ આ શક્ય બન્યું છે.
ભારતે મજબૂત અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર અને ઉર્જા-સંગ્રહ વિકલ્પો માટે લાંબા ગાળાના રોડ-મેપ વિકસાવવાની જરૂર છે. ગ્રીડ-મેનેજમેન્ટ મહત્વપૂર્ણ બન્યું છે, કારણ કે આપણે આપણા ઉર્જા-સંચાલન પુરવઠાને વિસ્તૃત કરવા માગીએ છીએ. અમે છેલ્લા સાડા પાંચ વર્ષમાં ખેડૂતો માટે જે કામ કર્યું છે, તે કોંગ્રેસે 55 વર્ષમાં કરેલા કામ કરતા પણ વધુ છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીની તુમકુરની મુલાકાત પહેલાં સ્વામીનાથન રિપોર્ટ લાગૂ કરવાની માગને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ વિરોધ પ્રદર્શનની યોજના બનાવી રહેલા અનેક ખેડૂતોની પોલીસે બેંગલુરુ, તુમકુર અને શિમોગામાં અટકાયત તકી હતી.