નવી દિલ્હી : આ પહેલા 28 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે ‘મન કી બાત’ કાર્યક્રમ માટે જે કોઈ સલાહ આપવા માંગે છે તે વિવિધ માધ્યમો દ્વારા આપી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ સવારે 11 કલાકે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે.આ જાણકારી મોદીએ ટ્વિટર હૈન્ડલ દ્વારા આપી હતી.
તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, ‘મન કી બાત’ માટે તમારા વિચારો મોકલવાના અનેક પ્રકાર છે.તમારા વિચારો મોકલવા માટે 800-11-7800 ડાયલ કરી તમારા સંદેશને રિકૉર્ડ કરી શકો છો. તેમજ NaMo App પર વિશેષ રુપથી બનાવવામાં આવેલા ફોરમ પર તમારા વિચારો રજુ કરી શકો છો. તમે MyGov પર પણ તમારા વિચાર રજુ કરી શકો છો.
- PM મોદીએ કારગિલ દિવસ, કોરોના અને આત્મનિર્ભર ભારત પર કરી વાત
- કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી, માસ્ક આપણું હથિયાર છે
- કોરોના સામેની લડાઈ સતર્કતા સાથે લડવી જરુરી છે,કોરોના વાઈરસ પહેલા જેટલો જ ધાતક છે
- દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં કોરોનાથી મૃત્યુદર ઓછો છે.
- રક્ષાબંધનની શુભકામના પાઠવી છે. રક્ષાબંધનમાં ગૃહઉદ્યોગમાં તૈયાર કરેલી રાખડીનો ઉપયોગ કરવાની હાકલ કરી
- pm મોદીએ મનકી બાતમાં કચ્છનો ઉલ્લેખ કર્યો હતો. કચ્છની ડ્રેગન ફ્રુટ પ્રખ્યાત થઈ રહ્યું છે. કચ્છમાં ડ્રેગન ફ્રુટથી ખેતીને પ્રોત્સાહિત કરવી જરુરી
- પીએમ મોદીએ કહ્યું કે, માસ્ક ઉતારવાનું મન થાય તો કોરોના યોદ્ધાઓને યાદ કરવા
- કચ્છમાં ડ્રેગન ફ્રુટથી ખુબ ઈનોવેશિન થયું છેકચ્છના ખેડૂતોને સંકલ્પ આત્મનિર્ભરાતા
વડાપ્રધાને 11 જુલાઇના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું કે, "આ વાતને લઇને મને વિશ્વાસમાં છે કે, તમે સામૂહિક પ્રયત્નોથી આવતી સકારાત્મક પરિવર્તનની વાતોથી પરિચિત હશો. આપ ચોકક્સપણે એવી વાતો જાણતા હશો જે, સકારાત્મક પહેલથી લોકોનું જીવન બદલાઈ ગયું છે. કૃપા કરીને આ મહિને 26 જુલાઈએ પ્રસારિત થનારી 'મન કી બાત' કાર્યક્રમ માટે આવી વાર્તાઓ અને પ્રયત્નો શેર કરો. "