વડાપ્રધાન સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કેટલાક ઐતિહાસિક નિર્ણયોની છાપ દેખાશે. જેમાં જમ્મુ-કાશ્મીર સંબધીત અને ત્રણ તલાક અંગેના નિર્ણયોનો સમાવેશ થાય છે.લોકસભામાં વિજય પછી સ્વતંત્ર પર્વમાં વડાપ્રધાનનું આ પહેલું વક્તવ્ય છે. આ ઉપરાંત મોદી કેન્દ્ર સરકારની મહાત્વાકાંક્ષી યોજનાઓ જેવી કે 'સ્વચ્છ ભારત', 'આયુષ્માન ભારત' અને ભારતની અંતરિક્ષ મિશનની સફળતા અંગે વાત કરી શકે છે.
છેલ્લા રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ જમ્મુ કાશ્મીરના વિકાસ અને શાંતિ માટેનું વચન આપ્યુ હતું.
આજના સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના જ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બરાબરી કરી લેશે. નોંધનીય છે કે, 1998 થી 2003 વચ્ચે વાજપેયીએ પણ સતત છ વખત લાલ કિલ્લા પરથી 15 ઓગષ્ટે સંબોધન કર્યુ હતું.