ETV Bharat / bharat

પ્રાચીન ભારતની સમૃદ્ધ શિક્ષણ પ્રણાલીનું મુખ્ય કેન્દ્ર મૈસુર યુનિવર્સિટી: વડાપ્રધાન મોદી

author img

By

Published : Oct 19, 2020, 2:20 PM IST

વડાપ્રધાન મોદીએ સોમવારે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મૈસુર યુનિવર્સિટીના કાર્યક્રમને સંબોધન કર્યું હતું. મૈસૂર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી
  • પ્રાચીન ભારતની સમૃદ્ધ શિક્ષણ પ્રણાલીનું મુખ્ય કેન્દ્ર મૈસુર યુનિવર્સિટી
  • મૈસૂર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાન મોદીનું સંબોધન
  • દેશમાં 7 નવી IIM ની સ્થાપના કરાઇ
  • 5 વર્ષમાં 16 IIT ની શરૂઆત કરાઇ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મૈસુર યુનિવર્સિટીના શતાબ્દી સમારંભને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મૈસુર યુનિવર્સિટીને પ્રાચીન ભારતની સમૃદ્ધ શિક્ષણ પ્રણાલીનું મુખ્ય કેન્દ્ર તરીકે વર્ણવ્યું હતું.

મૈસુર યુનિવર્સિટીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાન મોદીનું સંબોધન

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મૈસુર યુનિવર્સિટી એ પ્રાચીન ભારતની સમૃદ્ધ શિક્ષણ પ્રણાલી અને ભાવિ ભારતની આકાંક્ષાઓ અને ક્ષમતાઓનું કેન્દ્ર છે. આ યુનિવર્સિટીએ 'રાજર્ષિ' નાલવાડી, કૃષ્ણરાજા વડેયાર અને એમ.વિશ્વેશ્વરૈયા કે વિજય અને તેમને સંકલ્પોને સાકાર કર્યું છે.
  • મૈસુર યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે, શિક્ષણ અને દીક્ષા અહીં યુવા જીવનના બે મહત્વપૂર્ણ તબક્કાઓ માનવામાં આવે છે. હજારો વર્ષોથી આપણામાં આ એક પરંપરા છે. જ્યારે આપણે દીક્ષાની વાત કરીએ છીએ ,ત્યારે તે માત્ર ડિગ્રી મેળવવાની તક જ નથી.
  • વિદ્યાર્થીઓને સંબોધન કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, હવે તમે ફોર્મલ યુનિવર્સિટી કેમ્પસની બહાર નીકળીને રિયલ લાઇફ યુનિવર્સિટીના વિરાટ કેમ્પસમાં જઈ રહ્યા છો. આ એક કેમ્પસ હશે જ્યાં ડિગ્રીની સાથે સાથે, તમારી લાયકાતો અને કાર્ય કામ આવશે, તમે પ્રાપ્ત કરેલા જ્ઞાનનું ઉપયોગ કરી શકશો.
  • મૈસુર યુનિવર્સિટીના કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ અને સાંસદ, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓ આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા સાથે ઓનલાઇન જોડાયેલા હતા.

દેશમાં 5 વર્ષમાં 16 IIT

મૈસુર યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 6 વર્ષમાં સરેરાશ દર વર્ષે નવી IIT દેશમાં ખોલવામાં આવી છે. આમાંથી એક કર્ણાટકના ધારવાડમાં પણ છે. 2014 સુધીમાં ભારતમાં નવ IIT હતી. પછીના પાંચ વર્ષમાં 16 IIT ખોલવામાં આવી.

તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 5-6 વર્ષોમાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આપણું શિક્ષણ પણ વિદ્યાર્થીઓને એકવીસમી સદીની જરૂરિયાતોમાં આગળ વધવામાં મદદ કરે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં, ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને રિફોર્મ સુધીના માળખાના નિર્માણ માટે ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે.

છેલ્લા 5-6 વર્ષમાં નવી 7 IIM સ્થાપિત

વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા 5-6 વર્ષમાં નવી 7 IIM સ્થાપિત કરવામાં આવી છે, જ્યારે તે પહેલાં દેશમાં ફક્ત 13 IIM હતી. લગભગ 6 દાયકાઓથી દેશમાં 7 એઈમ્સ સેવાઓ પૂરી પાડતી હતી. વર્ષ 2014 પછી, તે બમણા કરતા વધુ એટલે કે દેશમાં 15 એઈમ્સની સ્થાપના થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.