નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાને લીધે હાહાકાર મચી ગયો છે. આ વાઈરસને લીધે હજારો લોકો મોતને ભેટી રહ્યાં છે, ત્યારે તેના પગલે કોરોના વાઈરસ ઈમરજન્સી ફંડમાં ભુટાને 1,00,000 ડોલરનુ યોગદાન આપ્યું છે. જયારે નેપાળે 10,00,000 ડોલરનું ઈમરજન્સીમાં યોગદાન આપ્યુ છે.
ભુટાનના અને નેપાળના આ આર્થિક યોગદાન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુટાનના વડાપ્રધાન લોતેય ત્શેરિંગ અને નેપાળના વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 માર્ચે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નેતાઓ અને પ્રતિનિધિઓને સંબોધન કરતા કોરોના ઈમરજન્સી ફંડનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં સોપ્રથમ પહેલ ભારતે કરતા કરોડ ડોલક રૂપિયાનું યોગદાન આપ્યું હતુ.