નવી દિલ્હી : મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ દીવ અને દાદરા નગર હવેલી પર નિસર્ગ વાવાઝોડાનો ખતરો છે. વડાપ્રધાન મોદીએ બંને રાજ્યોના મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે, વિજય રૂપાણી અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ પાસેથી રાજ્યની સ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી. આ તકે તેઓએ કેન્દ્ર તરફથી પણ શક્ય એટલી સહાય કરવાની ખાતરી આપી હતી.
અરબ સાગર પર રહેલુ વાવાઝોડુ નિસર્ગનું આજે એટલે કે બુધવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના જિલ્લાઓમાં આગમન થઇ શકે છે.
NDRFના વડા એસ.એન.પ્રધાને મંગળવારે કહ્યુ કે 34 ટીમમાંથી 16 ગુજરાતમાં, 15 મહારાષ્ટ્રમાં, 2 દમણમાં અને એક દાદરા નગર હવેલી પર તૈનાત કરાઇ છે. આ વચ્ચે ખતરાને ધ્યાને લેતા મુંબઇ પોલીસે શહેરમાં 144ની કલમ લાગુ કરી છે.
હાલમાં નિસર્ગ મુંબઇથી 490 કિલોમીટ, ગોવાની રાજધાની પળજીથી 280 કિલોમીટર અને ગુજરાતના સુરતથી 710 કિલોમીટર દુર છે.