કેવડિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાની મુલાકાત લેવા આવેલા પીએ મોદીએ સરદાર પટેલને ભાવપૂર્ણ શ્રંદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લઈ વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ પર પરેડનો સ્પેશ્યલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના યોગદાન અંગે વાત કરી હતી.
-
India pays homage to Sardar Patel. Watch from Kevadia. https://t.co/nU3CKUHygg
— Narendra Modi (@narendramodi) October 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">India pays homage to Sardar Patel. Watch from Kevadia. https://t.co/nU3CKUHygg
— Narendra Modi (@narendramodi) October 31, 2020India pays homage to Sardar Patel. Watch from Kevadia. https://t.co/nU3CKUHygg
— Narendra Modi (@narendramodi) October 31, 2020
રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં પીએમ મોદીનું સંબોધન
- સંબોધનની શરૂઆત પીએમ મોદીએ 'ભારત માતાની જય' ના ઘોષથી કરી હતી. જે નર્મદાની પહાડીઓમાં ગુંજી ઉઠ્યું હતું. તેમણે સરદારને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, આપણે લોખંડી પુરુષની વાણીને પ્રસાદ રૂપે પ્રાપ્ત કરી છે. દેશના રજવાડાને એક કરીને દેશને વિવિધતામાં એકાતનો ખ્યાલ સમજાવી દેશને વર્તમાન સ્વરૂપ આપ્યું છે.
- સરોવર ડેમ સાથે જોડાયેલ આ નિર્માણ નવા ભારતની પ્રગતિનું તીર્થ સ્થળ બન્યું છે. સમગ્ર દુનિયાના ટુરિઝમ મેપ પર કેવડિયાનું સ્થાન હશે. આજે સી પ્લેન સેવા પણ શરૂ થશે. જે ગુજરાતને ટુરિસ્ટ તરીકે એક અલગ ઓળખ અપાવશે.
- આજે મહર્ષિ વાલ્મીકી જયંતી પણ છે. આપણે ભારતની જે સાંસ્કૃતિક એક્તાનું દર્શન કરીએ છીએ, તેને યોગ્ય ઉર્જાવાન બનાવવાનું કામ મહર્ષિ વાલ્મીકીએ કર્યું હતુ. ભગવાન રામના આદર્શ અને સંસ્કાર દેશના તમામ લોકો સુધી પહોંચાડવાનો શ્રેય તેમને જાય છે.
- આજે આપણે 130 કરોડ દેશવાસીઓ મળી એક એવા રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યાં છીએ જે સશક્ત પણ હોય અને સક્ષમ પણ હોય, જેમાં સમાનતા પણ હોય અને સંભાવનાઓ પણ હોય.
- આ કોરોના મહામારીની દુર્ઘટના અચાનક આવી હતી. તેણે આખી દુનિયાના માનવજીવનને પ્રભાવિત કરી છે, આપણી ગતિને પ્રભાવિત કરી છે, પરંતુ આ મહામારીને પગલે દેશે કેવી રીતે તેની સામૂહિક શક્તિ સાબિત કરી છે, તેમની સામૂહિક ઇચ્છાને સાબિત કરી તે અભૂતપૂર્વ છે.
- કાશ્મીરના વિકાસમાં આવી રહેલા અવરોધોને પાછળ છોડી હવે કાશ્મીર વિકાસના નવા માર્ગ ઉપર આગળ વધી ગયું છે. આજે દેશ એકતાના નવા સોપાન સ્થાપિત કરી રહ્યો છે.
- સોમનાથના પુનનિર્માણથી સરદાર પટેલે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પાછું લઇ આવવા જે પજ્ઞ શરૂ કર્યો હતો. અયોધ્યામાં પણ તેનું વિસ્તરણ જોવા મળી રહ્યું છે. આજે દેશ રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સાક્ષી બન્યો છે. તેમજ ભવ્ય રામ મંદિર નિર્માણ થતું પણ જોઇ રહ્યો છે.
- આજે, 130 કરોડ દેશવાસીઓ એક એવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જે એક મજબૂત અને સક્ષમ છે, જેમાં સમાનતા છે, અને શક્યતાઓ છે. આત્મનિર્ભર દેશની સાથે તેની પ્રગતિ અને સલામતીની ખાતરી આપી શકાય છે. તેથી આજે દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. આટલું જ નહીં, સરહદો પર ભારતની નજર અને અભિગમ પણ બદલાયા છે.
- આજે ભારતની ધરતી પર નજર નાખનારાઓને યોગ્ય જવાબ મળી રહ્યો છે. આજનું ભારત સરહદો પર સેંકડો કિલોમીટરના રસ્તા, પુલ, ટનલ બનાવી રહ્યો છે. આજનું ભારત તેની સાર્વભૌમત્વ અને સન્માનની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
- પ્રગતિના આ પ્રયત્નો વચ્ચે આવી અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, જેનો ભારત અને આખું વિશ્વ આજે સામનો કરી રહ્યું છે. વિશ્વના ઘણા દેશોમાં છેલ્લા કેટલાંક સમયથી જે પરિસ્થિતિ સર્જાઇ છે. કેટલાક લોકો આતંકવાદના સમર્થનમાં જે રીતે બહાર આવ્યા છે તે આજે વૈશ્વિક ચિંતાનો વિષય છે.
- આજે વિશ્વના તમામ દેશો, તમામ સરકારો, તમામ જાતિઓએ આતંકવાદ સામે એક થવાની જરૂર છે. શાંતિ, ભાઇચારો અને પરસ્પર આદરની ભાવના એ માનવતાની સાચી ઓળખ છે. આતંકવાદ-હિંસાથી ક્યારેય કોઈને ફાયદો થઈ શકતો નથી.
- આપણી વિવિધતા એ આપણું અસ્તિત્વ છે. આપણે એ પણ યાદ રાખવું પડશે કે, ભારતની આ એકતા, આ શક્તિ બીજાને ખટકે પણ છે. તેઓ આ વિવિધતાને જ આપણી કમજોરી બનાવવા માગે છે. આપણે જાગ્રત રહેવાની જરૂર છે.