નવી દિલ્હીઃ અમેરિકાની ગ્લોબલ ડેટા ઈન્ટેલિજન્સ (Global Data Intelligence) કપંનીએ Morning Consult Political Intelligence એ એક રેટિંગ બહાર પાડ્યું છે. આ રેટિંગ કોરોનાની વૈશ્વિક સમસ્યા સામે દુનિયાભરના નેતાઓની કામ કરવાની ક્ષમતા અને તેના પર રહેલા લોકોનો વિશ્વાસ જેવા બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.
-
Public opinion based approval ratings of world leaders shown in the charts. @PMOIndia leads #IndiaFightsCorona from the front. Consistent high approval ratings for @narendramodi. Nation has confidence in its leadership in an extraordinary situation due a pandemic. pic.twitter.com/fwrRDsp0o7
— Nirmala Sitharaman (@nsitharaman) April 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Public opinion based approval ratings of world leaders shown in the charts. @PMOIndia leads #IndiaFightsCorona from the front. Consistent high approval ratings for @narendramodi. Nation has confidence in its leadership in an extraordinary situation due a pandemic. pic.twitter.com/fwrRDsp0o7
— Nirmala Sitharaman (@nsitharaman) April 22, 2020Public opinion based approval ratings of world leaders shown in the charts. @PMOIndia leads #IndiaFightsCorona from the front. Consistent high approval ratings for @narendramodi. Nation has confidence in its leadership in an extraordinary situation due a pandemic. pic.twitter.com/fwrRDsp0o7
— Nirmala Sitharaman (@nsitharaman) April 22, 2020
સમગ્ર વિશ્વમાં કોરોના કાળ બની લોકોને બરબાદી કરી રહ્યો છે. એવામાં દેશના નેતાઓ પણ કોરોના સામે લડવા સક્ષમ પ્રયાસો કરી રહ્યાં છે, ત્યારે અમેરિકાની એક કંપનીએ કોરોના સામે લડતા નેતાઓનું રેટિંગ બહાર પાડ્યું છે. જેમાં નરેન્દ્ર મોદી પહેલા સ્થાન પર છે. ફોર્બ્સ મેગેઝિનએ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. આ મુજબ, મોર્નિંગ કન્સલ્ટે તેનું વિશ્લેષણ કર્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એક ટ્વીટમાં આ માહિતી આપી છે.
સિતારમણે લખ્યું કે, #IndiaFightsCorona ભારતનું વડાપ્રધાન કાર્યાલય (PMOIndia) કોરોના સામે લડતનું નેતૃત્વ કરી રહ્યું છે. રેટિંગ્સનો હવાલો આપતા PM મોદીએ લખ્યું કે, કોરોનાને લીધે અસાધારણ પરિસ્થિતિ હોવા છતાં રાષ્ટ્રને તેમના નેતૃત્વ પર પૂરો વિશ્વાસ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર મોદી માટે મંજૂરીની રેટિંગ 62 ટકાથી વધીને 68 ટકા થઈ ગઈ છે.
આ રેટિંગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપ્રુવલ રેટિંગને દુનિયાના બાકીના તમામ નેતાઓ કરતાં ઉપર રાખવામાં આવ્યું છે. આ રેટિંગમાં નરેન્દ્ર મોદી 68 અપ્રુવલ પોઈન્ટસ સાથે પહેલા સ્થાન પર છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માઈનસ 3 એપ્રુવલ પોઈન્ટ્સ મળ્યા છે.
આ રેટિંગ માટે 1 જાન્યુઆરી 2020થી 14 એપ્રિલ 2020 સુધી વિશ્વના અન્ય નેતાઓને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતાં અને દરરોજ સરેરાશ 447 ઇન્ટરવ્યુ લેવામાં આવતા હતાં. 1 જાન્યુઆરી 2020 ના રોજ નરેન્દ્ર મોદીની મંજૂરી રેટિંગ પોઇન્ટ 62 હતી. જ્યારે 14 એપ્રિલ સુધીમાં તે 68 થઈ ગઈ છે. આમ, નરેન્દ્ર મોદી કોરોના વાઈરસ સામે લડવામાં વર્લ્ડ લીડર બની ઉભરી આવ્યાં છે.