નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની સોશિયલ મીડિયા એપ વીબો પરથી પોતાનો એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ આ માહિતી શેર કરી હતી.
સોમવારે (29 જૂન), ભારત સરકારે ચીન સામે પહલા કરતા 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. જેમાંથી એક ચીનનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પણ છે. તે ટ્વિટર જેવી એક સાઇટ છે. વડા પ્રધાન મોદીનું વીબો પર વેરિફાઇટ એકાઉન્ટ છે અને લગભગ અઢી મિલિયન લોકો તેમને ફોલો કરે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતમાં 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પછી તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો હતો કે તેઓ પોતાનું વીબો એકાઉન્ટ બંધ કરી દેશે.