વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 69મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું કે, આપણો દેશ સરદારની અભુતપૂર્વ સેવાનો સદૈવ ઋણી રહેશે. તેમની સેવામાંથી હંમેશા દેશને પ્રરણા મળતી રહેશે. ભારતનાં પ્રથમ ગૃહ પ્રધાન અને પૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ મુબંઈ ખાતે નિધન થયું હતું.
સતાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે, સ્વતંત્રતા બાદ જો સરદારે જમ્મુ કાશ્મીરનો મુદ્દો સંભાળ્યો હોત, તો ત્યાની પરિસ્થિતી વધુ સારી હોત.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું.