નવી દિલ્હી: જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને અન્ય ઘણા નેતાઓએ તેમને યાદ કર્યા હતા. વડા પ્રધાન મોદીએ ટિ્વટ કર્યું હતું કે 'હું લોક નાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી નમન કરું છું. તેઓ ભારતની સ્વતંત્રતા માટે બહાદુરીથી લડ્યા અને જ્યારે આપણી લોકશાહી નૈતિકતા પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે તેમણે તેને બચાવવા એક મહત્વપૂર્ણ જનઆંદોલન ચલાવ્યું હતું. તેમના માટે રાષ્ટ્રીય હિત અને લોકોના કલ્યાણથી ઉપર કંઈ નહોતું.
-
I bow to Loknayak JP on his Jayanti. He valiantly fought for India’s freedom and when our democratic ethos was under attack, he led a strong mass movement to protect it. For him, there was nothing above national interest and people’s welfare.
— Narendra Modi (@narendramodi) October 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I bow to Loknayak JP on his Jayanti. He valiantly fought for India’s freedom and when our democratic ethos was under attack, he led a strong mass movement to protect it. For him, there was nothing above national interest and people’s welfare.
— Narendra Modi (@narendramodi) October 11, 2020I bow to Loknayak JP on his Jayanti. He valiantly fought for India’s freedom and when our democratic ethos was under attack, he led a strong mass movement to protect it. For him, there was nothing above national interest and people’s welfare.
— Narendra Modi (@narendramodi) October 11, 2020
જયપ્રકાશ નારાયણે તમને યાદ કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે લોકશાહીને સુરક્ષિત કરવામાં તેમની અસરકારક ભૂમિકાને યાદ કરી હતી અને તેમણે ટ્વિટ કર્યું હતું કે, 'લોક નાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતિ પ્રસંગે હું તેમના મહાન વ્યક્તિત્વ નમન કરું છું. લોકશાહીને સુરક્ષિત કરવામાં તેમણે જે અસરકારક ભૂમિકા ભજવી તે આજે આપણા બધાં ભારતીયોને પ્રેરણા આપે છે. ધન્ય છે બિહારની ભૂમિ, જ્યાં જેપી જેવા રાષ્ટ્રીય નાયકનો જન્મ થયો.
-
The great Nanaji Deshmukh was one of Loknayak JP’s most devout followers. He worked tirelessly to popularise JP’s thoughts and ideals. His own work towards rural development motivates us. Remembering Bharat Ratna Nanaji Deshmukh on his Jayanti.
— Narendra Modi (@narendramodi) October 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The great Nanaji Deshmukh was one of Loknayak JP’s most devout followers. He worked tirelessly to popularise JP’s thoughts and ideals. His own work towards rural development motivates us. Remembering Bharat Ratna Nanaji Deshmukh on his Jayanti.
— Narendra Modi (@narendramodi) October 11, 2020The great Nanaji Deshmukh was one of Loknayak JP’s most devout followers. He worked tirelessly to popularise JP’s thoughts and ideals. His own work towards rural development motivates us. Remembering Bharat Ratna Nanaji Deshmukh on his Jayanti.
— Narendra Modi (@narendramodi) October 11, 2020
ગૃહ પ્રધાન અમિત શાહે જેપીની જન્મજયંતિને યાદ કરતાં કહ્યું કે, 'લોક નાયક જયપ્રકાશ નારાયણ દેશભક્તિ અને આત્મગૌરવનું પ્રતિક છે. તેમને સત્તાની ઇચ્છા નહોતી કે કોઈ પદની તૃષ્ણા નહોતી, તેમણે હંમેશા દેશના હિતમાં લોકસેવક તરીકે નિ:સ્વાર્થ કામ કર્યું હતું. આવા મહાન નેતાને નમન, જેમણે અન્યાય સામે લડ્યા હતા. '
જયપ્રકાશ નારાયણને યાદ કરતાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે, 'ભારત રત્નથી સન્માનિત જયપ્રકાશ નારાયણજીએ તેમના ઉત્તમ વિચારોથી દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું છે. આવા સર્વોચ્ચ વિચારક અને માનવતાવાદી વિચારકની જન્મજયંતિ પર મારું તેમને નમન છે.મને મારા વિદ્યાર્થી જીવનમાં આવા મહાન વ્યક્તિત્વનો સમર્થન મળ્યો.