PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'એક મહત્વપૂર્ણ મિત્રની સાથે સંબંધોને મજબુત કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ યાત્રાની શરૂઆત કરવા સાઉદી અરબ આવ્યો છું. આ યાત્રા દરમિયાન અમુક પ્રકારના કાર્યક્રમોમાં પણ ભાગ લઇશ.'
ફોરમમાં વડાપ્રધાન મોદી ભારતમાં વૈશ્વિક નિવેશકો માટે વધતા વેપાર અને રોકાણના અવસરો વિશે વાત કરશે. ભારત 2024 સુધી પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય સાથે રાખીને આગળ વધી રહ્યા છીએ.
વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટ અને ઇન્ડિયન સ્ટ્રેટજિક પેટ્રોલિયમ રિઝર્વ (એસપીઆર) કાર્યક્રમ સહિત વડાપ્રધાન મોદીની યાત્રા દરમિયાન પ્રમુખ ઉર્જા પર કરાર કરવાની યોજના છે.
વેસ્ટ કોસ્ટ રિફાઇનરી પ્રોજેક્ટ 44 અરબ ડૉલરની પરિયોજના છે. મહારાષ્ટ્રમાં બનવા જઇ રહેલા આ પ્રોજેક્ટમાં સાઉદી કંપની અરામકોની મહત્વપૂર્ણ ભાગેદારી થશે.
એસપીઆર કાર્યક્રમ હેઠળ ત્રણ મોટા પ્રમાણમાં ભૂમિગત સુવિધાએ બનાવવામાં આવશે. ભારત તેનું નિર્માણ ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરી રહ્યા છે.