કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ CAB બિલ પાસ થવું બંધારણીય ઈતિહાસમાં કાળો દિવસ છે.
મોદી સરકારને બુધવારે મોડી સાંજે મહત્વપૂર્ણ સફળતા મળી છે. મહત્વાકાંક્ષી નાગરિક સુધારા વિધેયક અગાઉ લોકસભામાં પસાર થયા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર કરાવવામાં સરકારને સફળતા મળી હતી. બુધવારે બપોરે બાર વાગ્યે રાજ્યસભાના મંચ પર વિધેયક મૂકાયા બાદ વિપક્ષોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને બિલમાં વિવિધ સુધારાઓ સૂચવી તેને સુધારા સમિતિ સમક્ષ મૂકવાની દરખાસ્ત કરી હતી.
અગાઉ આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાના સમર્થનમાં 99 મત પડ્યા હતાં જ્યારે વિરોધમાં 124 મત પડ્યાં હતાં. આ સાથે જ ટીએમસીના બિલમાં સંશોધન પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. હવે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવશે નહીં.
શિવસેનાએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો અને સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું. અગાઉ આ બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પાસ થવાને મોદી સરકારની મોટી જીત માનવામાં આવે છે. આ બાબતે TMC સાંસદે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આ બિલ લાગૂ નહીં થાય.