નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ બજેટ સત્રના પહેલા મળેલી બેઠકમાં NDAના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે નાગરિક સંશોધન કાયદા અંગે રક્ષાત્મક અભિગમ રાખવાની મનાઈ કરી હતી. તેમજ CAAને લઈને લોકોના મનમાં રહેલી ગેરમાન્યતાને દૂર કરવા જણાવ્યું હતું.
બજેટ પહેલા મળેલી NDAના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં વડાપ્રધાન મોદીએ CAAના કાયદા અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "દેશના મુસલમાનોને પણ અન્ય નાગરિક જેટલો અધિકાર છે. તેમની સાથે કોઈ ભેદભાવ કરવામાં નહીં આવે."
NDAની બેઠકમાં વિશેની જાણકારી આપતાં જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું હતું કે, "આ મુદ્દે વડાપ્રધાન મોદીના જણાવ્યા પ્રમાણે CAA કાયદા દ્વારા કોઈનું અહિત થતું નથી. જેથી આપણે વિરોધ કરનાર લોકોને આ વાત સમજાવવી જોઈએ."
આ બેઠક દરમિયાન જેડીયુ (જનાત દળ યુનાટેડ)એ સરાકરને રાષ્ટ્રીય વસ્તી ગણતરીના રજીસ્ટર (NPR)ની પ્રશ્નાવલીમાંથી માતા-પિતાની વિસ્તૃત જાણકારી માગવાના પ્રશ્નોને હટાવવાનો આગ્રહ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, "NPRની પ્રક્રિયા હેઠળ લોકોના માતા-પિતાના રહેઠાણ અને જન્મસ્થાન જેવા અનેક જવાબ ન આપવાની સ્વતંત્ર છે."