ETV Bharat / bharat

વારાણસીમાં PM મોદી રિક્ષાવાળાને કેમ મળ્યાં?, આ રહ્યું કારણ - વારાણસીમાં PM મોદી

16 ફેબ્રુઆરીએ વારાણસીની એક દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક રિક્ષાચાલક મંગલ કેવતને મળ્યાં હતાં, જેણે તેની પુત્રીના લગ્નનું આમંત્રણ વડાપ્રધાનને મોકલ્યું હતું અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી.

PM Modi meets rickshaw puller
વારાણસીમાં PM મોદીએ એક રિક્ષાચાલક સાથે કરી મુલાકાત
author img

By

Published : Feb 18, 2020, 11:47 AM IST

વારાણસી: 16 ફેબ્રુઆરીના રોજ તેમના લોકસભા મત વિસ્તાર વારાણસીની એક દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રિક્ષાચાલક મંગલ કેવટ સાથે મુલાકાત કરી હતી. જેણે તેની પુત્રીના લગ્નનું આમંત્રણ વડાપ્રધાનને મોકલ્યું હતું.

વડાપ્રધાને કેવત અને તેમના પરિવારના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે પૂછપરછ કરી અને સ્વચ્છ ભારત અભિયાનમાં તેમના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. મહત્વનું છે કે, PM મોદીથી પ્રેરાઈને કેવતે પોતાના ગામમાં ગંગા કાંઠે સાફ-સફાઈ કરવાની તૈયારી કરી હતી. અગાઉ તેની પુત્રીના લગ્ન માટે વડાપ્રધાન દ્વારા અભિનંદન પત્ર મળતા ખુશી વ્યક્ત કરી હતી.

કેવતે શનિવારે મીડિયાને જણાવ્યું હતું કે, "અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહેલું આમંત્રણ મોકલ્યું હતું, આ આમંત્રણ મેં વ્યક્તિગત રીતે દિલ્હીના પીએમઓમાં પહોંચી આપ્યું હતું. 8 ફેબ્રુઆરીએ અમને પીએમ મોદી તરફથી અભિનંદન પત્ર મળ્યો હતો, જેને અમને ઉત્સાહિત કર્યા હતા."

કેવતની પત્ની રેણુ દેવી અને તેમણે પોતે વારાણસીની મુલાકાત દરમિયાન વડાપ્રધાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.