નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ની 'ઇન્ડિયા આઈડિયાઝ સમિટ'ને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારત રોકાણ માટે ઉભરતો દેશ છે. અહીં રોકાણના ઘણાં વિકલ્પો છે.
વડાપ્રધાન મોદીના સંબોધનના મહત્વના મુદ્દા
- ભારત રોકાણ માટે ઉભરતો દેશ છે.
- ભારતમાં રોકાણ માટે ઘણાં વિકલ્પો છે.
- ભારતે કૃષિક્ષેત્રે ઐતિહાસિક સુધારા કર્યા છે.
- ભારત તમને કૃષિક્ષેત્રે રોકાણ માટે આમંત્રણ આપે છે.
- વર્ષ દર વર્ષે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે.
- ભારત તમને ઉર્જા ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ આપે છે.
- સંરક્ષણ અને અવકાશ ક્ષેત્રમાં રોકાણ માટેનું આમંત્રણ.
- ભારત નાણાકીય અને વીમા ક્ષેત્રમાં રોકાણને આમંત્રણ આપી રહ્યું છે.
- અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
- વીમા ક્ષેત્ર રોકાણની દ્રષ્ટિએ એક સારું ક્ષેત્ર.
- ઉત્પાદન વધારવા માટે બે સંરક્ષણ કોરિડોર બનાવવામાં આવ્યા છે.
સમિટમાં ભારત અને અમેરિકાના નીતિ નિર્માતાઓ, અધિકારીઓ, વ્યવસાયિકો અને સમાજના ચિંતકો ઉપસ્થિત રહેશે. આ વર્ષની સમિટને સંબોધન કરનારાઓમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયો, વર્જિનિયાના સેનેટર માર્ક વૉર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસના પૂર્વ રાજદૂત નિક્કી હેલી.
આ અગાઉ વડાપ્રધાન કાર્યાલયથી મંગળવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ આ વર્ષની 'ઈન્ડિયા આઈડિયાઝ સમિટ'ની થીમ 'એક સારા ભવિષ્યનું નિર્માણ' છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સમિટમાં રોગચાળા પછીના વિશ્વમાં ભારત-અમેરિકનો સહયોગ અને બંને દેશો વચ્ચેના ભાવિ સંબંધો જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.