નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ બિહારમાં કોસી રેલ મહાસેતુનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બિહારના 'ઐતિહાસિક' કોસી રેલ મહાસેતુની સાથે મુસાફરોની સગવડતાને લગતા 12 રેલ્વે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. PMOએ એક નિવેદનમાં કહ્યું છે કે, વીડિયો કોન્ફરન્સથી યોજાનારી કોસી રેલ મહાસેતુનું ઉદ્ઘાટન બિહારના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે, તે આ ક્ષેત્રને પૂર્વોત્તર ભારતના રાજ્યો સાથે જોડશે.
આ પ્રોજેક્ટને 2003-04માં કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.PMO એ જણાવ્યું હતું કે, આ પુલની લંબાઈ 1.9 કિમી છે અને તેના બાંધકામમાં રૂપિયા 6૧6 કરોડનો ખર્ચ થયો છે.
આ સિવાય વડાપ્રધાન મોદી 12 પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવાના છે તેમાં કિઉલ નદી પર રેલ સેતુ, બે નવી રેલ લાઇન, એક ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડ જેવી અનેક યોજનાઓનું સમાવેશ થશે.રેલ સેવાનો લાભ સુપૌલ, અરરિયા અને સહરલા જિલ્લાના લોકોને મળશે.કલકત્તા, દિલ્હી અને મુંબઇ જેવી લાંબા અંતર માટે સુવિધાઓ મળશે.