નવી દિલ્હી: પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો દ સોસા ભારતના પ્રવાસે છે. તેમણે શુક્રવારે PM મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ વચ્ચે વ્યાપાર, રોકાણ અને શિક્ષણ ક્ષેત્રો સાથે જોડાયેલી ચર્ચા કરી હતી. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે મહત્વના કરારો પણ કરવામાં આવ્યા છે.
શુક્રવારે ભારત-પોર્ટુગલના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા બાદ બન્ને દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અંતિમ વખત પોર્ટુગલના રાષ્ટ્રપતિ 2007માં ભારતના પ્રવાસે આવ્યા હતા.
આ અગાઉ પાર્ટૂગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો દ સોસા ગુરૂવારે રાત્રિએ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
પોર્ટૂગલના રાષ્ટ્રપતિ સાથે રાજ્ય અને વિદેશ મામલાના પ્રધાન પ્રોફેસર ઑગસ્ટો સૈંટોસ સિલ્વા, આંતરરાષ્ટ્રીયકરણ રાજ્ય સચિલ પ્રોફેસર યૂરિકો બ્રિલેન્ટે ડાયસ અને રાષ્ટ્રીય રક્ષા જોર્જ સેગુરો સેંચુરીના રાજ્ય સચિવ પણ આવ્યા હતા. આ રાષ્ટ્રપતિ માર્સેલોની પ્રથમ ભારત યાત્રા છે.