વડાપ્રધાન મોદી હરિયાણામાં તાબડતોડ રેલીઓ કરી રહ્યા છે. તેમણે તમામ રેલીઓમાં પાકિસ્તાન, કલમ-370 અને બાલાકોટનો ઉલ્લેખ કર્યો છે. નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચારમાં જોડાવાથી વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાને વેગ પકડી રહી છે.
મેં વીર માતાઓનું ઋણ ચુકવ્યુ છે.
વડાપ્રધાન મોદીએ બલ્લભગઢની રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. PMએ કહ્યું કે કલમ-370 દૂર કરવાથી સૌથી વધુ મુશ્કેલી કોંગ્રેસ નેતાઓને થઈ છે. હિસ્સારની રેલીમાં કહ્યું કે હરિયાણાની વીર માતાઓનો હું ઋણી હતો, જે મે ચૂકવ્યું છે.
'370ની બલિ આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી'
વડાપ્રધાને કહ્યું, જમ્મુ કાશ્મીરના નાગરિકોની રક્ષા કરવા માટે હરિયાણાના વીર જવાનો બલિદાન આપે છે. કલમ 370 હટાવી રાષ્ટ્રને સાચી શ્રદ્ઘાંજલિ આપી છે. અમારી સરકાર આંતકવાદી ઘટનાઓની રાહ નથી જોતી, તેનો ઉપાય શોધે છે.
બેટી બચાઓ, બેટી પઢાઓની શરૂઆત હરિયાણાથી થઈ
હરિયાણાનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે બેટી બચાઓ, બેટી પઢાઓની શરૂઆત હરિયાણા પ્રદેશથી થઈ. જેનાથી હરિયાણા અન્ય પ્રદેશો માટે ઉદાહરણ બન્યું. હરિયાણાને સાચી સરકાર મળે તો લોકો વિકાસપથમાં જોડાવા આતુર હોય છે.
આયુષ્યમાન ભારત યોજનાનો 50 કરોડ લોકોને લાભ મળ્યો
PM મોદીએ કહ્યું કે આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત હરિયાણાથી થઈ હતી. આ યોજનામાં રાજ્યના 50 લાખ ગરીબોને લાભ મળ્યો. આયુષ્યમાન ભારત યોજના ગરીબોને જીવવાની તાકાત આપે છે. આ યોજનાથી દેશના 50 કરોડ લોકોને લાભ મળ્યો. જે અમેરિકા અને મેક્સિકોની વસ્તીથી પણ વધુ છે.
મતદારોને અમારા સંકલ્પ પત્ર પર વિશ્વાસ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભાજપ સરકારે ભેદભાવ બંધ કરી સૌનો સાથ સૌનો વિકાસનું કામ કર્યુ છે, ભાજપના સંકલ્પ પત્ર પર હરિયાણાના નાગરિકો વિશ્વાસ કરે છે.