નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલીપીંસના રાષ્ટ્રપતિ, રોડ્રિગો દુતેર્ત સાથે કોવિડ-19ની મહામારીને લઇને ફોન પર ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, લોકોને પરવડે તેવા તબીબી ઉત્પાદનોના નિમાર્ણ માટેની ભારતની ક્ષમતાનો ઉપયોગ માનવતાની સેવા કરવા માટે કરવામાં આવશે. સત્તાવાર નિવેદન મુજબ, બંને નેતાઓએ કોવિડ-19 મહામારીને કારણે ઉભી થયેલી મુુશ્કેલીનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાઓની પણ ચર્ચા કરી છે.
ફિલીપીસના રાષ્ટ્રપતિએ તેમના દેશને ભારત દ્વારા જરૂરી તબીબી ઉત્પાદનોની સપ્લાય ચાલુ રાખવાની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દુતેર્તને ખાતરી આપી કે, ભારત કોરોનાના રોગચાળા સામેની લડતમાં ફિલીપીંસને સહયોગ આપવા પ્રતિબદ્ધ છે. બંને નેતાઓએ ભારત અને ફિલીપીંસ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરની પ્રગતિને લઇને સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ભારત અને ફિલીપીંસા કોરોનાની મહામારીને લઇને આરોગ્ય અને આર્થિક પ્રભાવને ઘટાડવા અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં આપણા દ્રષ્ટિકોણને આકાર આપવા એકબીજાને સહયોગ કરીશે.