કરાચી: પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (પીઆઈએ)નું વિમાન શુક્રવારે ક્રેશ થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનમાં 98 લોકો સવાર હતા. આ ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો મૃત્યુ પામ્યા છે. આ અકસ્માત જિન્ના એરપોર્ટ પર લેન્ડ પહેલા જ બન્યો હતો.
માલિરમાં મોડેલ કોલોની પાસેના જિન્ના ગાર્ડન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં સાત ક્રૂ સભ્યો અને 91 મુસાફરો સહિત કુલ 98 લોકો સવાર હતા. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને અકસ્માત અંગે દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 'પીઆઈના વિમાન દુર્ઘટનાથી હું ખૂબ દુઃખી છું.
પીએમ મોદીએ કહ્યું કે, 'પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટનાને કારણે જાન-માલનું નુકસાનથી ઘણું દુખ થયું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યેની સંવેદના અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઇ જાય તેવી શુભકામના. '