લાઈવ લેન્ડીંગ જોવા માટે PM મોદી 6 સ્પટેમ્બરે બેંગ્લોર પહોંચશે. 7 સ્પટેમ્બરની મોડી રાત સુધી તેઓ ચંદ્રયાન-2નું લેન્ડીંગ નિહાળશે. ત્યારપછી મુંબઈ જવા રવાના થશે. ઈસરોએ આપેલી જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશભરના 70 વિદ્યાર્થીઓ પણ ચંદ્રયાનના અવતરણનું જીવંત પ્રસારણ જોશે.
ISRO દ્વારા આયોજીત ઑનલાઈન સ્પર્ધામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના વિદ્યાર્થીઓેણે સૌથી વધારે ગુણ મેળવ્યા હોય તેમને આ તક અપાઈ હતી.
લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન' સાથે 7 સ્પટેમ્બરે રાત્રે 1.30 થી 2.30 દરમિયાન ચંદ્ર ઉપર ઉતરશે.
જો સફળતાપૂર્વક ચંદ્રાયાન-2 ચંદ્રના પટ પર ઉતરશે તો રશિયા, અમેરિકા, ચીન પછી ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બની જશે. આ પહેલો લેન્ડર હશે જે ચંદ્રના દક્ષિણી ધ્રુવમાં પહોંચશે.