નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારાે રોજ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કોરોના વાઇરસની મહામારીને લઇને પરિસ્થિતીની સમિક્ષા કરી હતી.
PMO મુજબ આ વાતચીત દરમિયાન, બંને નેતાઓએ નવરોઝ શુભેચ્છાઓનું પણ આદાનપ્રદાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ તહેવાર બંને દેશો વચ્ચે સહિયારી વારસો અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક છે.
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ગનીએ કોરોના વાઇરસ રોગચાળાના સંદર્ભમાં આ ક્ષેત્રમાં ઉદ્ભવતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સહયોગને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી હતી.