ETV Bharat / bharat

લોકડાઉનની વચ્ચે ખેલાડીઓ કેવી રીતે સ્વયંને ફિટ રાખી રહ્યા છે ?

કોવિડ-19ની વૈશ્વિક મહામારીએ માથું ઊંચક્યું, તે પહેલાં મોહમ્મદ હમ્માદના મોટાભાગના દિવસો મેદાનમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરવામાં પસાર થતા હતા. હમ્માદ કાશ્મીરની પ્રિમીયર આઇ-લિગનો એક ખેલાડી છે. પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે તેણે લોકડાઉન લાગુ થયું, ત્યારથી ઘરની બહાર પગ નથી મૂક્યો, પરંતુ મર્યાદિત વિકલ્પો સાથે તે ઘરે અસરકારક રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છે.

ો
લોકડાઉનની વચ્ચે ખેલાડીઓ કેવી રીતે સ્વયંને ફિટ રાખી રહ્યા છે ?
author img

By

Published : Jun 2, 2020, 8:34 PM IST

શ્રીનગર: “કોવિડ-19ને કારણે બહાર નિકળવું ઘણું મુશ્કેલ છે અને મારૂં માનવું છે કે, કોવિડના વધી રહેલા કેસોને કારણે અહીં રમત-ગમતની પ્રવૃત્તિઓ પુનઃશરૂ કરવામાં સમય લાગશે.”

તે ઉમેરે છે, "મારા ઘરે એક નાનો બગીચો છે, જ્યાં હું પ્રેક્ટિસ સેશન્સ કરૂં છું. હું ફિટનેસ જાળવવા માટે નાની ડ્રિલ કરૂં છું અને ટૂંકી દોડ લગાવું છું, કારણ કે એક ખેલાડી માટે લાંબા સમય સુધી રમત-ગમતના સંપર્કથી દૂર રહેવું અત્યંત મુશ્કેલ છે અને હું વિચારું છું કે, અમે માર્ચ મહિનામાં ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. સ્પોર્ટ્સ માટે માળખાકીય સુવિધા ન હોવાથી અમે ઘરે વર્કઆઉટ્સ થકી અમારી ફિટનેસ જાળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."

પરંતુ, મોહમ્મદ હમ્માદના જણાવ્યા મુજબ, એક ખેલાડી માટે ગ્રાઉન્ડ પર દર્શકો, પ્રશંસકો હોવા મહત્વપૂર્ણ છે, જે તેમનો ઉત્સાહ વધારે છે. "દર્શકો વિના આ મુશ્કેલ છે. તેઓ ટીમનો ઉત્સાહ વધારે છે અને તેઓ ટીમ માટે એક્સ્ટ્રા મેન તરીકે કામ કરે છે," તેમ તેણે જણાવ્યું હતું.

"ફિટનેસ માટે હું ઘરેથી વર્કઆઉટ કરૂં છું. એક પ્રોફેશનલ તરીકે તમારે રૂટિન વર્કઆઉટ્સ કરવાં પડે છે, આથી હું તમામ પ્રવૃત્તિઓ ઘરેથી કરૂં છું. એક મહત્વપૂર્ણ ફૂટબોલ ઇવેન્ટ (આઇ-લિગ) ચાલી રહી હતી, પરંતુ મહામારીને કારણે તે પાછી ઠેલવામાં આવી. એક ખેલાડી તરીકે મને ઘણું ખરાબ લાગ્યું હતું."

હમ્માદની માફક ખાલિદ કય્યુમ પણ ફૂટબોલ ખેલાડી છે. તે જણાવે છે કે, દર્શકો ફૂટબોલનો આત્મા છે, આથી તે તેના વિડિયો ઓનલાઇન પોસ્ટ કરી રહ્યો છે.

"દર્શકો વિના મેચ રમવી એ ખેલાડીઓ માટે મોટો પડકાર બની રહેશે. હું વિડિયો બનાવું છું અને સોશ્યલ મીડીયા પર તે અપલોડ કરૂં છું, જેથી જુનિયરો તે જોઇ શકે અને તેઓ પણ ઘરે થોડું વર્કઆઉટ કરી શકે," તેમ તેણે જણાવ્યું હતું.

30મી મે સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાઇરસે 3,67,000 કરતાં વધુ લોકોનો ભોગ લીધો છે અને તેણે વિશ્વભરનાં સ્પોર્ટ્સને પ્રભાવિત કર્યું છે.

જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધીમાં 28 લોકોએ જાન ગુમાવ્યા છે અને 2,100 કરતાં વધુ પોઝિટિવ કેસો નોંધાયા છે.

રમત-ગમત ક્ષેત્રની વ્યક્તિઓ જણાવે છે કે, આ મહામારી અને તેને પગલે લાગુ કરાયેલા લોકડાઉને તેમને માનસિક રીતે પ્રભાવિત કર્યા છે.

અન્ય એક ફૂટબોલર કમર ઉલ ઝમાને જણાવ્યા પ્રમાણે, "લોકડાઉન દરમિયાન, હું શારીરિક ફિટનેસ કરતાં માનસિક ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યો છું."

તેણે ઉમેર્યું હતું કે, “હું શારીરિક ફિટનેસ જાળવવા માટે ઘરે વર્કઆઉટ્સ કરૂં છું, પરંતુ માનસિક ફિટનેસ જાળવવા માટે ટેબલ ટેનિસ રમવું, પુસ્તકોનું વાચન કરવું અને ફોટોગ્રાફી જેવી પ્રવૃત્તિઓ કરવી જરૂરી છે. આ સમયે તમામ લોકોએ તેમના માનસિક આરોગ્ય પર પણ ધ્યાન આપવું જોઇએ.”

મહિલા રગ્બી પ્લેયર સોલિહા યુસુફે જણાવ્યું હતું કે, “આ દિવસોમાં કોઇપણ પ્લેયર માટે ફિટનેસ જાળવવાનું કાર્ય મુશ્કેલ છે. અમે ગ્રાઉન્ડ પર જે કરીએ, તે ઘરે કરી શકાય નહીં, પણ અત્યારે અમે ઘરે નાનાં વર્કઆઉટ્સ કરીને ફિટનેસ જાળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ.”

તેણે જણાવ્યું હતું કે, જરૂરી ખોરાકની અપ્રાપ્યતાને કારણે ડાયેટનું પાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે.

સોલિહાના જણાવ્યા મુજબ, દરે વર્ષે તેઓ ઇવેન્ટ્સ માટે સજ્જ થવા સ્પોર્ટ્સ કેલેન્ડર મુજબ પ્રવૃત્તિ કરે છે, આ વખતે બધું જ અભેરાઇ પર ચઢી ગયું છે.

"અમારાં મન ઘણાં જ અસ્વસ્થ હતાં. એક કોચ તરીકે હું વિડિયો બનાવું છું અને સાથી ખેલાડીઓને મોકલીને તેમને ઘરે વર્કઆઉટ્સ કરવા માટે પ્રોત્સાહિત કરૂં છું," તેમ તેમણે જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.