ભારતમાં કચરો એકત્ર કરવા અને રિસાયક્લિંગની પ્રણાલી ક્યાંક ખાડે ગઈ છે, તો ક્યાંક અસ્તિત્વમાં જ નથી. તેના પરિણામે પ્લાસ્ટિકના ખોટા નિકાલની પદ્ધતિઓ અનુસરવામાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના 2012ના અંદાજ મુજબ ભારત એક દિવસમાં આશરે 26,000 ટન પ્લાસ્ટિક જથ્થાનું ઉત્પાદન કરે છે. જેમાંથી 10,000 ટન પ્લાસ્ટિકનો જથ્થો એકત્રિત કરી શકાતો નથી.
આ અંગે ઈટીવી ભારતે હૃદય અને અસ્થમાના નિષ્ણાંત ડૉ. શૈલેન્દ્ર સૈની સાથે વાત કરી, તેમણે વધતાં જતા પ્લાસ્ટિકના વપરાશ પર પ્રકાશ પાડતા ડેટા સંકલિત કર્યા છે. ડૉ. સૈની પ્લાસ્ટિક સંદર્ભનો અભ્યાસ કરી રહ્યાં છે. તેમણે પ્લાસ્ટિકથી નીકળતા ધૂમાડાથી થતા રોગો અને શ્વસન રોગોથી પીડાતા દર્દીઓ સાથે કામ કરવા અંગે વિસ્તૃત વર્ણન કર્યુ હતુ.
ડૉ. સૈનીએ પ્લાસ્ટિકના વિકલ્પોને શોધવાની અપીલ કરી છે.