નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં જ્યારથી પિત્ઝા ડીલવરી બૉયને કોરોના પોઝિટિવ આવ્યો છે, ત્યારથી પિત્ઝાના વ્યાપારને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. પિત્ઝાને લઈ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે, ત્યારે રિયલિટી ચેક કરવા માટે ETV BHARATની ટીમ વસંત વિહારના ઈન્સ્ટા પિત્ઝાના વર્કશોપ પર પહોંચી હતી.
કોરોના સંક્રમણના કારણે દિલ્હીમાં પિત્ઝાનું વેચાણ લગભગ બંધ થઈ ગયું છે. જેથી પિત્ઝા બનાવવાની કંપનીઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે, અને ગ્રાહકોને સંતુષ્ટ કરવા માટે વિવિધ પગલા લઈ રહી છે.
ETV BHARATની ટીમને જાણવા મળ્યું હતું કે, અહીં કોરોના ચેપને રોકવા માટે ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે. હાથ ધોઈને સેનિટાઈઝ કર્યા બાદ ગલ્વ્સ પહેરીને સંપૂર્ણ હાઇજેનિક રીતે પિત્ઝા બનાવવામાં આવે છે.
અહીં સ્વચ્છતાની કાળજી લેવામાં આવી રહી છે. વળી, એક ખાસ વાત એ છે કે ઇન્સ્ટા પિત્ઝા તેના ગ્રાહકોને ક્રસ્ટફ્લિક્સ વેબસાઇટ દ્વારા બતાવે છે કે, રસોડામાં પિત્ઝા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે.
જેવો જ તમે ઈન્સ્ટા પિત્ઝા પર ઓર્ડર આપશો. ત્યારે તમે ઈચ્છ શો તો તમે વેબસાઈટ પરથી વીડિયો જોઈ શકો છો. તમે તમારો ફૂડ ઓર્ડર તૈયાર થતાં પણ જોઈ શકો છો. આટલું જ નહીં, તમે ત્યાની સ્વચ્છતા વિશે પણ જાણી શકો છો.