ETV Bharat / bharat

કાનપુર: દરોડા પહેલાં સબ ઈન્સપેક્ટર અને કોન્સ્ટેબલે કર્યા હતા વિકાસ દુબેને ફોન

author img

By

Published : Jul 7, 2020, 3:12 PM IST

કાનપુરના બિકરુ ગામમાં વિકાસ દુબે અને પોલીસ સાથેની અથડામણમાં 8 પોલીસકર્મીએ તેમના જીવ ગુમાવ્યા હતા. જે અંગે STFની તપાસમાં મોટો ખુલાસો થયો છે. કાનપુરમાં દરોડા પાડવા પહેલાં સબ ઇન્સપેક્ટર અને કોન્સ્ટેબલ દ્વારા વિકસ દુબેને ફોન કરવામાં આવ્યા હતા.

વિકાસ
વિકાસ

કાનપુર: કાનપુરના બિકરુ ગામમાં વિકાસ દુબે અને પોલીસ સાથેની અથડામણમાં 8 પોલીસકર્મીની હત્યા અંગે એસટીએફની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસના દરોડા પહેલા આશરે સાડા સાત કલાક પહેલા એક ઇન્સ્પેક્ટરની અને આશરે 40 મિનિટ પહેલા કોન્સ્ટેબલની વિકાસ દુબે સાથે ગભરાટ સાથે ફોન પર વાત થઇ હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં આ પોલીસકર્મીઓ પણ શામેલ છે .એસટીએફની તપાસમાં આ બંનેએ જ વિકાસને જાણકારી આપવાનું ખૂલ્યું છે.

ચૌબપુર એસઓ એ વાત કરી છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર 2 જુલાઈના રોજ સાંજે 5:30 વાગ્યે ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર કૃષ્ણ કુમાર શર્માએ વિકાસ દુબે સાથે ફોન પર વાતચીત કરી હતી.

એસટીએફના સૂત્રો દ્વારા સ્પષ્ટ છે કે બંને પોલીસકર્મીઓએ ફોન પર વિકાસ દુબે સાથે વાત કરી હતી. અધિકારીઓ આ વધુ વિગત શોધી કરી રહ્યા છે તેમજ કેટલાક રેકોર્ડિંગ્સ પણ બહાર આવ્યા છે .

એસ.ટી.એફ. ના અધિકારીઓએ આ પોલીસકર્મીઓની સામે વિકાસ દુબે સાથેની ફોન પરની વાતચીતના પુરાવા મૂક્યા ત્યારે તેમની હાલત ખરાબ થઇ ગઇ અને તેઓ જરી ગયા હતા.

ઈન્સ્પેકટરે કહ્યું કે વિકાસ ધમકી આપી રહ્યો હતો, દુર્વ્યવહાર કરી રહ્યો હતો અને કહ્યું હતું કે જો તેઓ આવશે તો તે લાશોના ઢગલા કરી નાખશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્સ્પેક્ટર આ પોતાની જાતને બચાવવા માટે કહી રહ્યા છે. એસટીએફ સઘન કૉલ રેકોર્ડિંગની તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.