નવી દિલ્હી : રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં જાહેરક્ષેત્રની ઓઇલ વિતરણ કંપનીઓ દ્વારા કોઇ વધારો કરાયો નહોતો. રાજધાની દિલ્હીમાં દરરોજ ડિઝલ અને પેટ્રોલની કિંમતમાં ભાવવધારો સતત ચાલી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.43 રૂપિયા અને ડિઝલની કિંમત 80.53 રૂપિયા થઈ છે. આજે પેટ્રોલની કિંમતમાં 0.05 રુપિયાનો વધારો તો ડિઝલમાં 0.13 રૂપિયાનો ભાવ વધારો થયો છે.
છેલ્લા 21 દિવસથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા શનિવારના તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવ દિલ્હીમાં 25 પૈસા, કોલકતા અને મુંબઈમાં 23 પૈસા, જ્યારે ચેન્નઈમાં 22 પ્રતિ લીટર હતા. ડીઝલની કિંમત એક દિવસ પહેલા દિલ્હીમાં 21 પૈસા, કોલકતામાં 18 પૈસા, મુંબઈમાં 20 પૈસા અને ચેન્નઈમાં 17 પૈસા પ્રતિલીટર વધારો થયો છે.
ઈન્ડિયન બાસ્કેટ કાચા તેલની કિંમત 42 ડૉલર પ્રતિ બૈરલની આસપાસ છે. છેલ્લા 21 દિવસમાં ડિઝલની કિંમતમાં 11.00 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. પેટ્રોલના ભાવ 9.12 રૂપિયા પ્રતિ લીટર થયો છે.