ETV Bharat / bharat

370ની કલમને પડકારતી અરજી મુદ્દે SCમાં સુનાવણી થશે - news about artical 370

નવી દિલ્હીઃ અનુચ્છેદ 370ને રદ્દ કરતા નિર્ણય અંગે અનેક અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી  SC દ્વારા કરવામાં આવશે.

અનુચ્છેદ 370ને  પડકારતી અરજીની સુનાવણી  SC દ્વારા કરાશે
author img

By

Published : Sep 28, 2019, 2:37 PM IST

Updated : Sep 28, 2019, 3:47 PM IST

અનુચ્છેદ 370ને રદ કરતાં નિર્ણયને પડકારતી અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી બુધવારના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવશે.

370ની કલમને હટાવવા વિરૂદ્ધ કરાયેલી આ અરજીની સુનાવણી જજ એમ.એલ.શર્માની કૉર્ટમાં કરવામાં આવશે.

નેશનલ કોન્ફ્રેસ સાંસદ મોહમ્મદ અકબર લોન અને ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) હસનૈન મસૂદીએ જમ્મુ કાશ્મીરના બંધારણીય મહત્વને લઈ કેન્દ્ર સરકારે કરેલાં ફેરફારને પડકાર્યા છે. જેમાં પૂર્વ IAS અધિકારી શાહ ફૈસલ, JNUની પૂર્વ વિદ્યાર્થીની શેહલા અને રાધા કુમાર જેવી અનેક વ્યક્તિઓ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, 370ની નાબૂદીમાં બાદ જમ્મુ-કાશ્મીરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેને શાંત કરવા માટે તંત્રએ ઇ-સેવાઓ સહિત અનેક બાબતો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને હટાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે.

અનુચ્છેદ 370 સાથે જોડાયેલી બાબતો અને કલમ નાબૂદ થયા બાદની તમામ ઘટનાઓની રજૂઆત ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાની બેન્ચમાં થશે.

Last Updated : Sep 28, 2019, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.