નવી દિલ્હી : અરજીમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા બે શૈક્ષણિક સત્રોમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને OBC વર્ગની 5530 બેઠકો ફાળવવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, NEETના પરિણામ જાહેર થયા પછી એવા અહેવાલો છે કે, OBC વર્ગના વિદ્યાર્થીઓને 27 ટકા અનામત આપવાની જોગવાઈનું વર્ષે પણ પાલન કરવામાં આવ્યું નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ફક્ત SC-ST વર્ગના વર્ગ અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને અનામતનો લાભ આપી રહી છે. OBC વિદ્યાર્થીઓને અનામતનો લાભ આપવામાં આવી રહ્યો નથી.
વધુમાં જણાવાયું છે કે, OBC વિદ્યાર્થીઓને અનામતનો લાભ ન આપીને બંધારણની કલમ-14નો ભંગ કરવામાં આવ્યો છે. દર વર્ષે MBBS અને BDSના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની 15 ટકા બેઠકો અને MD, MS, MDS વગેરેની પીજી બેઠકોની 50 ટકા બેઠકો અખિલ ભારતીય ક્વોટા હેઠળ કેન્દ્ર સરકારને આપવામાં આવે છે. આ બેઠકો પર કેન્દ્ર સરકાર તેની કાર્યવાહી પ્રમાણે પ્રવેશ આપશે.
આ ઉપરાંત અરજીમાં એ પણ જણાવાયું છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની તબીબી પરામર્શ સમિતિના ડિરેક્ટર જનરલ OBC વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરે છે. અરજદારે 17 મેના રોજ આ સંદર્ભમાં એક મેમોરેન્ડમ આપ્યું હતું અને મેડિકલ પ્રવેશમાં OBC વર્ગના વિદ્યાર્થીઓ માટે 27 ટકા અનામતની માંગ કરી હતી, પરંતુ તે મેમોનો કોઈ જવાબ હજી સુધી મળ્યો નથી.