- તાંડવ વેબ સિરીઝ વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ
- હિન્દુ સૈન્યના સ્થાપક વિષ્ણુ ગુપ્તા દ્વારા કરવામાં આવી અરજી
- અરજી પર 23 જાન્યુઆરીએ સુનાવણી
નવી દિલ્હીઃ એમેઝોન પર પ્રસારિત થયેલી વેબ સિરીઝ તાંડવના નિર્માતાઓ અને નિર્દેશકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ સાથે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટ આ અરજી પર 23 જાન્યુઆરીએ સુનાવણી કરશે.
કલાકારો અને નિર્માતાઓ-નિર્દેશકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ
આ અરજી હિન્દુ સૈન્યના સ્થાપક વિષ્ણુ ગુપ્તા દ્વારા કરવામાં આવી છે. અરજીમાં તાંડવ વેબ સીરીઝના અભિનેતા સૈફ અલી ખાન, સુનીલ ગ્રોવર, ડિમ્પલ કાપડિયા સહિતના તમામ કલાકારો અને નિર્માતા-દિગ્દર્શકો પર એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ વેબ સિરીઝ દ્વારા હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ભડકાવવા અને કોમી સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વેબ સિરીઝ દ્વારા ભારત અને યુપીની સરકારોને નિશાન બનાવવામાં આવી છે.
યુપી સરકારને બદનામ કરવાનો પ્રયાસ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ વેબ સિરીઝ કોઈ કાનૂની આધાર વિના બનાવવામાં આવી છે. આ વેબ સિરીઝમાં દેખાડવામાં આવ્યું છે કે, યુપી પોલીસ મુસ્લિમોના નકલી એન્કાઉન્ટર કરી રહી છે. આ પ્રસારણ કરીને યુપી સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમેઝોન વિરુદ્ધ યુપીમાં પણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
ગત 14 જાન્યુઆરીએ એમેઝોન પર થઈ છે રીલીજ
તાંડવ વેબ સિરીઝ ગત 14 જાન્યુઆરીએ એમેઝોન પર રીલીજ થઈ છે. આ વેબ સિરીઝમાં ફિલ્મ કલાકારો સૈફ અલી ખાન, મોહમ્મદ ઝીશન અયુબ, ગૌહર ખાન વગેરેએ અભિનય કર્યો છે. આ વેબ સિરીઝના નિર્માતા હિમાંશુ કિશન મેહરા છે અને દિગ્દર્શક અલી અબ્બાસ ઝફર છે.