સિવિલ લાઈનના આલમબાગ રમોલાના રહેવાસી અરજી કર્તા ખુર્શીદ ઉર રહમાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, 2014માં ભાજપના અધ્યક્ષ અમિત શાહ તથા મોદી ઉપરાંત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ અને દિગ્ગજોએ ચૂંટણી ઢંઢેરા પ્રમાણે મત માંગ્યા હતા. જ્યારે આ અંગે ફરિયાદ કર્તાએ પીએમઓ કાર્યાલય પાસે આરટીઆઈ અંતર્ગત જાણકારી માંગી તો જવાબ આપવામાં આવ્યો કે ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જોઈ શકો છો. પણ તેના પર કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. જેથી નારાજ રહેમાને રાષ્ટ્રપતિથી લઈ વરિષ્ઠ પોલીસ કમિશ્નર સુધી તમામનો સંપર્ક કર્યો. ચૂંટણી પંચમાં આ અંગે વાતને તેઓ ગયા હતા. પણ જ્યારે ક્યાંયથી પણ ન્યાય ન મળ્યો તો આખરે તેને કોર્ટના શરણે જવું પડ્યું. તેથી આ અંગે કોર્ટે પોલીસ પાસે લેખા જોખા માંગ્યા છે.
ખુર્શીદ ઉર રહમાને ભાજપના 2014ના ચૂંટણી ઢંઢેરાને આધાર માની ફરિયાદ દાખલ કરી છે. ખુર્શીદે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાનો દાવો કર્યો છે.