સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર એસ.આઇ.સિંહે કોર્ટમાં અપીલ કરી હતી કે, રાજ્યપાલને આદેશ આપે કે, તેઓ કોંગ્રેસ અને એનસીપીને જનાદેશ વિરૂદ્ધ સરકાર બનાવવા માટે નિમંત્રણ ન આપે.
અરજીકર્તાએ કહ્યું કે, લોકોએ ભાજપ, શિવસેનાને ગઠબંધનને બહુમતી આપી છે, જેને બદલી ના શકીએ.
મહારાષ્ટ્રમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. ચૂંટણી બાદ બન્ને વચ્ચે મુખ્યપ્રધાન પદ માટે અસહમતિના કારણે સરકાર ન બની શકી. જે બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે.