જણાવી દઈએ કે, 1993માં મુંબઈ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમ ગુરૂવારના રોજ 64 વર્ષનો થઈ ગયો. જેના પર ડોંગરી નિવાસી અઝહર ફિરોઝ મનિયાર ઉર્ફે શેર ચિકાનાએ ફેસબુક પર વીડિયો શેર કર્યો જેમાં તે કથિત રીતે દાઉદનો જન્મદિવસ ઉજવતો દેખાય છે. વિગતો મુજબ, દાઉદ પાકિસ્તાનમાં છુપાયેલો છે.
પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, સ્થાનિક પત્રકાર મોહસિન શેખે વીડિયો યૂ- ટ્યુબ પર અપલોડ કરી વાયરલ કર્યા બાદ વોટ્સએપ પર બધા જ ગૃપમાં ફોરવર્ડ કર્યો હતો. જ્યારબાદ મનિયારે તેને ધમકી આપી હતી.
સમગ્ર ઘટના બાદ સ્થાનિક પત્રકાર મોહસિન શેખે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મનિયારની ધરપકડ કરી હતી. વીડિયો બાબતે મનિયાર જણાવે છે કે, આ વીડિયો દાઉદ ઈબ્રાહિમ માટે નહિં પરંતુ તેના એક પરિચિત માટે બનાવ્યો હતો. જેનું નામ પણ દાઉદ છે.