કોરોના વાઇરસ મહામારી સામે રક્ષણ મેળવવા માટે દરેક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જોઇએ અને તે માટે દૂધમાં થોડા પીસેલા મરી આપણને શરદી અને ખાંસી જેવી બિમારીથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. મરીના છોડના સુપ સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
પેપરમિન્ટ ટી બનાવવાની રીતઃ
જરુરી સામગ્રીઃ
- બે કપ પાણી
- 1 ટીસ્પૂન મરી (પેપર) પાઉડર
- 1 ટીસ્પૂન મધ
- 1 ટીસ્પૂન લીંબુનો રસ
- 1 ટીસ્પૂન છીણેલું આદુ
- 1 ટીસ્પૂન હળદર
બનાવવાની રીતઃ
એક વાસણમાં પાણી લો અને ઉકાળો. ત્યાર બાદ તેમાં મરી પાઉડર, છીણેલું આદુ, મધ, હળદરનો પાઉડર અને લીંબુનો રસ ઉમેરો. તેને પાંચ મિનીટ સુધી ઉકળવા દો. ત્યાર બાદ ગરબ પાણીને ફિલ્ટર કરી પી લો.
મરીમાં બે પ્રકારના કેમિકલ હોય છે, પીપરીન અને કેપ્સાઇન. આ કેમિકલ શ્વાસન પ્રક્રિયાને સરળ બનાવે છે. તે વિટામિન A અને Cથી ભરપુર હોય છે.
મરી કફ દૂર કરવામાં પણ મદદરુપ બને છે.
મરીના 15 દાણા, 2 લવિંગ, એક લસણનો છંટકાવ લો અને તેનો ભુકો કરો. એક વાસણમાં પાણી લો અને ઉપર ભુકો કરેલી સામગ્રી ઉમેરો અને તેને સંપૂર્ણ ઉકાળો. એક સમયે તેને લેવાથી ગળામાં થાક અને દુઃખાવો ઓછો થાય છે. આ ફેફસા અને ગળામાં કફના સંપૂર્ણ નિવારણ માટે કામ કરે છે.
ચાર મરીને મધ સાથે ભેળવવામાં આવે તો તાવની તીવ્રતા ઓછી થાય છે.
મરી યકૃતને શુદ્ધ કરે છે અને તેના કાર્યમાં સુધારે છે. તે ફેટી લીવરની સમસ્યાઓ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
ચેપમાં મદદ કરે છેઃ
મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો વધારે હોય છે. દક્ષિણ આફ્રીકાના અભ્યાસોમાં જણાવ્યું છે કે, મરીમાં પાઇપિરિન લાર્વાના તબક્કામાં જ વિવિધ વાઇરસ અને બેક્ટેરિયલ પેથોજેન્સને દૂર કરવાની શક્તિ છે.
મરી આંતરડા પણ સાફ કરે છે. પાચનની સમસ્યાઓથી બચાવે છે. તે પેટ અને આંતરડામાં વધુ પડતા વાયુને દૂર કરે છે.
મરી પાચનને વેગ આપે છે. તે સ્વાદની કળીઓેન ઉત્તજિત કરે છે અને પાચનને ઝડપી બનાવે છે.
અજમાની એક ચમચીને 2 -3 કાળા મરી, ઘી અને મીઠાવાળા ભાતમાં ઉમેરવાથી પાચન શક્તિને નિયમિત કરવામાં મદદ મળે છે અને અપચાથી બચી શકાય છે.
સુતા પહેલા મરીનો પાઉડર, ચપટી હળદર અને સુકા આદુનો પાઉડર સાથે દૂધમાં પીવાથી કોઇ પણ પ્રકારના ફેફસાના ચેપ અને અન્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.
સાવચેતીઃ
પેટના દુઃખાવાથી પીડિત લોકોએ મરીને મધ્ય માત્રામાં લેવી જોઇએ.
- પેડ્ડી રામાદેવી, આયુર્વેદિક નિષ્ણાંત