ચેન્નઈ : તમિલનાડુનું ટી મીનાક્ષીપુરમ ગામ બીજા ગામડાઓ માટે માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે. મંદિરમાં મળેલા દાનને રાહત ભંડોળ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સરકાર તરફથી જે મદદ મળી રહી છે, તે પૂરતી નથી. ચોખા પણ ખાવા યોગ્ય નથી.
આ ગામ થિરુમાનિક્કમ પંચાયતમાં સ્થિત છે, જે સૈદાપટ્ટી સંઘનો હિસ્સો છે. આ ગામ મદુરાઈથી લગભગ 50 કિલોમીટર દૂર છે. આ ગામમાં પાયાની સુવિધાઓ પણ નથી. તે છતાં ગામના લોકો જાતિવાદ ભૂલીને હળીમળીને રહે છે. આ ગામમાં જાતિવાદને કોઈ સ્થાન નથી.
ટી મીનાક્ષીપુરમ ગામમાં 3 મંદિર છે. અય્યાર મંદિર, મુથલમ્મન મંદિર અને કાલિમ્મન મંદિર. આ ત્રણેય મંદિર અલગ અલગ સમુદાયોના છે. પરંતુ આ ગામને આદર્શ બનાવવા માટે બધા સમુદાયના લોકો સાથે ઉત્સવ મનાવે છે. પરંતુ લોકડાઉને લીધે આ શક્ય નથી.
બાલાસુબ્રમણ્યમ કહે છે કે, ગામમાં લગભગ 250 કુટુંબો છે. તે બધા ખેતી પર આધારીત છે અને તેમને દૈનિક વેતન ચૂકવવામાં આવે છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે આપેલી 1000 રૂપિયાની ગ્રાન્ટ ફક્ત થોડા દિવસો માટે પૂરતી છે.
ગ્રામજનોએ જીવનને મહત્ત્વપૂર્ણ ગણાવતા એક નિર્ણય લીધો. 25,000 રૂપિયા એક ફિક્સ ડિપોઝિટ તરીકે રાખ્યા. આ પછી, કોઈ પણ જાતિના ભેદભાવ વિના ગામમાં રહેતા તમામ પરિવારોમાં સમાન રીતે મંદિર ઉત્સવનું ભંડોળ વહેંચ્યું. દરેક પરિવારને ત્રણ હજાર રૂપિયા મળ્યા છે.
એક ગ્રામજને કહ્યું કે સરકારે જે ચોખા આપ્યા છે તેની ગુણવત્તા સારી નથી અને ખાવા યોગ્ય પણ નથી.