ETV Bharat / bharat

ચારધામ યાત્રા પર કોરોના ઈફેક્ટ, લાખો લોકોને થઈ શકે છે આર્થિક સંકટની અસર - કોરોના તાજા સમાચાર

દેશ અને રાજ્યમાં લોકડાઉન વચ્ચે એપ્રિલના અંતમાં ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ સમયે, સરકારનું કહેવું છે કે, ચારધામ યાત્રા દરમિયાન ભીડ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવામાં આવશે.

ચારધામ યાત્રા પર કોરોનાની અસર, લાખો લોકોની સામે આર્થીક સંકટ

author img

By

Published : Apr 16, 2020, 12:05 PM IST

દહેરાદૂન: ઉત્તરાખંડ માટે સૌથી મહત્વની ચારધામ યાત્રાના દ્વાર ખુલવા જઈ રહ્યા છે. વિશ્વવિખ્યાત ચારધામ યાત્રાના દ્વાર લોકડાઉન વચ્ચે તેના નક્કી કરેલા મુર્હત પર ખોલવામાં આવશે. ઉત્તરાખંડ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રામાં કોઈ પ્રકારની ભીડ થવા દેવામાં આવશે નહી.

ભગવાન કેદારનાથના દ્વાર 29 એપ્રિલે ખુલશે અને ભગવાન બદ્રી વિશાલના દ્વાર 30 એપ્રિલના રોજ ખુલશે. ગંગોત્રી-યમુનોત્રી ધામના દ્વાર 26 એપ્રિલે ખુલશે. રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉનની અસર ચારધામ યાત્રા પર સ્પષ્ટપણે જોવા મળશે. જેના કારણે ટેક્સી ચાલકો, હોટલ વ્યવસાયો, ઉદ્યોગપતિઓ અને ચારધામ યાત્રા સાથે સંકળાયેલા સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ભાજપના રાજ્ય પ્રધાન વિરેન્દ્ર બિષ્ટએ કહ્યું કે, સરકાર ચારધામ યાત્રા માટે તમામ તૈયારીઓ કરી રહી છે. લોકડાઉન વચ્ચે સરકાર મંદિરના રાવલ લાવવાની વ્યવસ્થા કરી રહી છે. સાથે જ સરકાર ચારધામ યાત્રા સાથે સંકળાયેલા લોકોને લઇને પણ ચિંતિત છે. કોરોના રોગચાળાની વચ્ચે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે.

કોંગ્રેસ નેતા મથુરા દત્ત જોશીએ જણાવ્યું હતું કે, ટેક્સી સંચાલકો, હોટલના કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ અને પુજારીઓની આવક ચારધામ યાત્રા પર આધારીત છે. લોકડાઉન વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, હાલના સંજોગોમાં ચારધામમાં કોઈ ભીડ રહેશે નહીં. ચારધામના દ્વાર ખુલવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન મર્યાદિત સંખ્યામાં પુજારીઓ પૂજા-અર્ચના કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.