કેટલાક બુકાનીધારી લોકોએ હોકી સ્ટીક અને લોખંડના સળિયા વડે દિલ્હીના JNU કેમ્પસના ત્રણ છાત્રાલયોમાં ધસી આવી વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા હતા. તેમને લાકડીઓ, પથ્થરો અને લોખંડના સળિયા વડે ફટકારી બારીઓ, ફર્નિચર તથા અંગત સામાન તોડી નાખ્યા હતા. આ હિંસામાં 34 લોકો ઘાયલ થયા છે.
-
Protest is for what exactly?
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Why slogans of “Free Kashmir”?
How can we tolerate such separatist elements in Mumbai?
‘Free Kashmir’ slogans by Azadi gang at 2km from CMO?
Uddhav ji are you going to tolerate this Free Kashmir Anti India campaign right under your nose???@OfficeofUT https://t.co/zkWRjxuTqA
">Protest is for what exactly?
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 6, 2020
Why slogans of “Free Kashmir”?
How can we tolerate such separatist elements in Mumbai?
‘Free Kashmir’ slogans by Azadi gang at 2km from CMO?
Uddhav ji are you going to tolerate this Free Kashmir Anti India campaign right under your nose???@OfficeofUT https://t.co/zkWRjxuTqAProtest is for what exactly?
— Devendra Fadnavis (@Dev_Fadnavis) January 6, 2020
Why slogans of “Free Kashmir”?
How can we tolerate such separatist elements in Mumbai?
‘Free Kashmir’ slogans by Azadi gang at 2km from CMO?
Uddhav ji are you going to tolerate this Free Kashmir Anti India campaign right under your nose???@OfficeofUT https://t.co/zkWRjxuTqA
આઇઆઇટી મુંબઇ, ટીઆઇએસએસ, અને અન્ય વિદ્યાર્થી સંગઠનોના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમના રાજીનામાની માગણી કરી છે. આ સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. જેના ગુંડાઓએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના મહિલા છાત્રાલયમાં પ્રવેશ કરીને વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત નાગરિકતા સંશોધન કાયદો, રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર અને રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટરના મુદ્દે પણ તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટના અંગે મહારાષ્ટ્ર ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે.
ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પ્રદર્શનકર્તાઓને પાણી, ચા, બિસ્કીટ અને ફળો વહેંચવામાં આવ્યા હતા. આ પહેલા ફોર્ટ વિસ્તારના હુતાત્મા ચોક પાસે વિરોધ પ્રદર્શન યોજાનાર હતું, પરંતુ તેને મંજૂરી આપવામાં આવી નહી.