નવી દિલ્હીઃ લગભગ મે મહીના સુધી દેશમાં હવાઇ સેવાઓ પ્રતિબંધિત રહ્યા બાદ સોમવારે ફરીથી સેવાઓ શરુ કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીએ કોરોના વાઇરસ રોકવા માટે માર્ચના અંતમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જે બાદથી કેટલાય લોકોને પોતાના પરિવારથી દૂર રહેવા પર મજબુર થવું પડ્યું હતું.
ઘરેલૂ ઉડાનોને ફરીથી શરુ થવાથી આ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પોતાના પરિવારને મળવા માટે ફ્લાઇટ પકડી હતી. એવામાં એક કેસ સામે આવ્યો હતો જેમાં એક બાળક હતો, જે ફ્લાઇટથી દિલ્હીથી બેંગ્લુરૂ માટે રવાના થયો હતો. તો ઘરેલૂ હવાઇ પરિચલન શરુ થયા પહેલા જ કેટલીય ફ્લાઇટ રદ થવાથી લોકો પરેશાન થયા હતા.
મળતી માહિતી મુજબ આજે દિલ્હીથી ફ્લાઇટ લેનારા પાંચ વર્ષનું બાળક વિહાન શર્મા પણ સામેલ હતો. વિહાને વિશેષ પ્રવાસી શ્રેણીમાં એકલા દિલ્હીથી બેંગ્લુરૂનો પ્રવાસ કર્યો હતો. તેની માતા કૈપેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પોતાના બાળકને લેવા પહોંચી હતી. વિહાનની માતાએ જણાવ્યું કે, મારો 5 વર્ષનો બાળકો એકલો દિલ્હીથી પ્રવાસ કરી રહ્યો છે. તે 3 મહીના બાદ બેંગ્લુરૂ પરત ફરી રહ્યો છે.
બેંગ્લુરૂ એરપોર્ટ પર સવાર 9 કલાક સુધીમાં પાંચ ફ્લાઇટ આવી હતી, જ્યારે 17 ફ્લાઇટ અહીંથી રવાના થઇ હતી. 9 ઉડાનોને રદ કરવામાં આવી હતી. તો દિલ્હી એરપોર્ટથી 82 ઉડાનો રદ થઇ હતી.