નવી દિલ્હીઃ કોરોના મામલે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં વધતા કોરોના સંક્રમણના મુદ્દે ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ ચૌધરી અનિલ કુમારે ઇટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ લોકડાઉન પહેલા પણ સામાન્ય માણસનો અવાજ ઉઠાવતી રહી છે અને તેમના સુધી તમામ જરૂરિયાતો પહોંચાડી રહી છે. જો આ દેશમાં કોઈએ સવાલ ઉઠાવ્યા ન હોત તો કદાચ આપણો દેશ આઝાદ ન થયો હોત. આમ આદમી પાર્ટી અને ભાજપ કોરોના મુદ્દે દેશમાં રાજકારણ રમી રહ્યા છે.
“દિલ્હી કોંગ્રેસ દ્વારા પહેલા જ માંગણી મૂકવામાં આવી હતી કે, દિલ્હીમાં તમામ લોકોનું સ્ક્રીનીંગ ગોઠવવામાં આવે, આજની બેઠક દરમિયાન પણ આ વાત અંગે સંમતિ સધાઈ છે.”
દિલ્હી સરકારે જણાવ્યું છે કે, 20 જૂન સુધી દિલ્હીમાં 18000 ટેસ્ટ કરવામાં આવશે, આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગ તેમજ ICMR તરફથી પણ એક નવા પ્રકારની ટેસ્ટ કીટ વિશે જણાવવામાં આવ્યું હતું કે જેમાં ફક્ત 15 મિનિટમાં જ કોરોનાનું નિદાન થઈ શકે છે.