ETV Bharat / bharat

PM મોદી સાથે મુલાકાત બાદ પવારે મહારાષ્ટ્રના ખેડૂતોને રાહત માટે હસ્તક્ષેપની માગ કરી - વડાપ્રધાન મોદી

નવી દિલ્લી: બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મુલાકાત કરી છે. પવારે મુલાકાત દરમિયાન ખેડૂતોના મુદ્દા અંગે ચર્ચા કરી હતી.

મોદીને મળ્યા પવાર
author img

By

Published : Nov 20, 2019, 11:13 PM IST

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન પવારે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ઉત્પન્ન થયેલ કૃષિ સમસ્યાને ધ્યાનમાં રાખી ખેડૂતોને રાહત અપાવવા માટે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. આ બેઠકમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમણ પણ સામેલ થયા હતા.

વડાપ્રધાન મોદી અને પવારની આ મુલાકાત મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે બનેલી અનિશ્ચિતતા વચ્ચે થઇ છે. સરકાર બનાવવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ગત થોડા દિવસોથી ચર્ચા ચાલી રહીં છે, જો કે, હજૂ સુધી કોઈ પરિણામ આવ્યું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન તેમને રાજ્યની સમસ્યાઓ અંગે વાકેફ કરાયા. પવારે કહ્યું કે, નાસિક જિલ્લામાં સોયાબીન, કઠોળ, મકાઈ, બાજરો, ટમેટા, ડુંગળી જેવી શાકભાજીનો પાક તૈયાર થવાની તૈયારી હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે તે તમામ બર્બાદ થઇ ગયું. તેમણે કહ્યું કે, ગત 10 મહિનામાં નાસિકના 44 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખે કહ્યું કે, આ વર્ષે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે 54.22 લાખ હેક્ટરથી વધારે વિસ્તારના પાકને નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિને જાણવા માટે મેં 1 નવેમ્બરે નાસિકની મુલાકાત લીધી હતી.

મેં જે અનુભવ કર્યો એ દર્દનાક અને ભયાનક છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાના કારણે તમારા તત્કાળ હસ્તક્ષેપની જરૂર છે. જો પરેશાન ખેડૂતોને રાહત અપાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તો હું તમારો આભારી રહીશ.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ભાજપ અને શિવસેનાએ અલગ-અલગ રસ્તા પસંદ કરી લીધા છે. ત્યારબાદ શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પાસે પહોંચી હતી. જોકે, હજૂ સુધી ત્રણેય પાર્ટી વચ્ચે સરકાર રચવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Intro:Body:

Sharad pawar news

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.