કોલકાતા: કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે કહ્યું કે, સુધારેલા નાગરિકતા અધિનિયમ (CAA) વિરુદ્ધ ઠરાવ પસાર કરવાના રાજ્યોના પગલા રાજકીય રીતે પ્રેરિત છે, કારણ કે નાગરિકતા આપવામાં તેમની ભાગ્યે જ કોઈ ભૂમિકા છે.
થરૂરે કહ્યું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) અને પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી NRCના અમલીકરણમાં રાજ્યોની મહત્વની ભૂમિકા રહેશે. કેન્દ્ર પાસે માનવ સંસાધનોનો અભાવ છે. આ સ્થિતિમાં તેના અધિકારીઓ જ આ કાર્ય પૂર્ણ કરશે.
ઉલ્લેખનીય છે કે, શશી થરૂરના પાર્ટી સહયોગી કપિલ સિબ્બલે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, 'કોઈ પણ રાજ્ય CAAના અમલીકરણને નકારી શકે નહીં, કારણ કે સંસદ પહેલા જ તેને પસાર કરી ચુકી છે'. જોકે, બાદમાં તેણે CAAને 'ગેરબંધારણીય' ગણાવ્યો અને સ્પષ્ટ કર્યું કે, તેમના વલણમાં કોઈ ફેરફાર નથી.