નવી દિલ્હી: ભાજપના કેટલાક નેતાઓ દ્વારા કથિત નિવેદનોની અવગણના કરવાના આરોપોનો સામનો કરી રહેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને માહિતી ટેક્નોલોજી સંબંધી સંસદીય સમિતિએ 2 સપ્ટેમ્બરે તેના પ્લેટફોર્મના કથિત દુરૂપયોગના મુદ્દે ચર્ચા કરવા બોલાવવામાં આવી હતી.
આના એક દિવસ પહેલા આ સમિતિ ઇન્ટરનેટ બંધ કરવાના દરેક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ બેઠકમાં નાગરિકોના હક્કોનું રક્ષણ કરવા અને ઓનલાઇન સોશિયલ મીડિયા મંચોના દુરૂપયોગને રોકવાના વિષય પર ચર્ચા કરવામાં આવશે. તેમજ ડિજિટલ વિશ્વમાં મહિલાઓના રક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
ભાજપના સાંસદનો આરોપ છે કે જ્યારથી થરૂર આ સમિતિના અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેઓ બિન વ્યવસાયિક ધોરણે તેનું કામકાજ આગળ ધપાવી રહ્યા છે અને અફવા ફેલાવવાના પોતાના રાજકીય કાર્યક્રમ ચલાવી રહ્યા છે.
લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ, સપ્ટેમ્બરમાં બોલાવાયેલી બેઠકમાં સંદેશાવ્યવહાર અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ ઉપરાંત બિહાર, જમ્મુ-કાશ્મીર અને દિલ્હીના પ્રતિનિધિઓને પણ બોલાવવામાં આવ્યા છે.