નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોનાને આપદા ઘોષિત કર્યા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિતસમય સુધી સ્થગિત કરવાની માંગ કરી છે. ભાજપના સાંસદ વિજય ગોયલે ટ્વીટ કરીને કહ્યું કે, હું લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષ પાસે આગ્રહ કરૂ છું કે, મહત્વપૂર્ણ બિલ પાસ કર્યા બાદ કોરોના વાયરસના કારણે સંસદની કાર્યવાહી અનિશ્ચિતસમય સુધી સ્થગિત કરવા પર વિચાર કરે.
મહત્વનું છે કે, માર્ચમાં ફરી શરૂ થયેલા બજેટ સત્રના તબક્કામાં વિપક્ષોના હંગામાને કારણે કામ થઇ શક્યું નથી, જ્યારે વિપક્ષ દિલ્હી હિંસા પર ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ કરી કરી નારા લગાવી રહ્યું છે અને કાર્યવાહી રોકવામાં આવી રહી છે.
સંસદના કાર્યવાહી દરમિયાન અધ્યક્ષની વાત પણ નથી સાંભળી રહ્યાં, જે બાદ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.